Homeદેશ વિદેશશક્તિવર્ધક દવાનો ઓવરડોઝ લઈને યુવતીના ઘરે ગયો હતો તેનો બોયફ્રેન્ડ, પછી જે...

શક્તિવર્ધક દવાનો ઓવરડોઝ લઈને યુવતીના ઘરે ગયો હતો તેનો બોયફ્રેન્ડ, પછી જે થયું…

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના કોતવાલી વિસ્તારમાં 19 વર્ષની દલિત યુવતી સાથે બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરનારા બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે આરોપીની પુછપરછ કરી હતી તે દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે પ્રેમિકા ઘરે એકલી હોવાની જાણ થતાં તે ઘરે ઘરે પહોંચી ગયો હતો અને બળજબરીથી શારીરિક સંબંધ બનાવ્યા હતાં. પ્રેમિકાના ઘરે પહોંચવા પહેલા આરોપીએ શક્તિવર્ધક દવાનું સેવન કર્યું હતું. દવાનો ઓવરડોઝ થવાને કારણે તે ઘણા સમય સુધી પોતાને રોકી શક્યો નહીં. આ કારણે યુવતી બેહોશ થઈ હતી અને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ જોઈને આરોપી ડરીને ભાગી ગયો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. બે વર્ષ પહેલા તેમની મિત્રતા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઈ હતી અને યુવતીએ યુવકને મેસેજ કરીને તેને ઘરે બોલાવ્યો હતો.
પોલીસે જણાવ્યાનુસાર યુવતીનો મૃતદેહ ત્રણ દિવસ પહેલા તેના ઘરના આંગણે અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો, તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું અને પાસે એક લાકડી પણ પડી હતી. યુવતીએ યુવકનો વિરોધ કર્યો ત્યારે રોષે ભરાયેલા યુવકે તેના પ્રાઈવેટ પાર્ટમાં લાકડી નાંખીને તેને ઈજા પહોંચાડવાની કોશિશ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આરોપી ડીએસએન કોલેજમાંથી એમએ કરી રહ્યો હતો અને તે હોસ્ટેલમાં રહેતો હતો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -