Homeદેશ વિદેશઇશાન ભારતમાં કમળ ખીલ્યું

ઇશાન ભારતમાં કમળ ખીલ્યું

ભાજપની યુતિ ત્રિપુરા, નાગાલૅન્ડમાં સત્તા પર: મેઘાલયમાં સરકાર રચવા ટેકો આપશે

નવી દિલ્હી: ત્રિપુરા વિધાનસભા અને નાગાલૅન્ડ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની યુતિને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી ગઇ છે, જ્યારે મેઘાલયમાં કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને સરકાર રચવા માટે બહુમતી નહિ મળતાં, તેણે ભાજપનો ટેકો માગ્યો હતો અને ભાજપે ટેકો આપવા ‘હા’ પાડી હતી એટલે ઇશાન ભારતનાં આ ત્રણે રાજ્યમાં ભાજપની યુતિ કે તેના ટેકાથી જ સરકાર રચાશે.
ત્રિપુરામાં ભાજપ અને સ્થાનિક પક્ષ ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રંટ ઑફ ત્રિપુરા (આઇપીટીએફ)ની યુતિને સરકાર રચવા સ્પષ્ટ બહુમતી મળી ગઇ છે.
નાગાલૅન્ડમાં નેઇફિયુ રિયો પાંચમી વખત મુખ્ય પ્રધાન બનશે. નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રૉગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) અને ભાજપની યુતિને પણ સરકાર રચવા માટે સ્પષ્ટ બહુમતી મળી ગઇ છે. નાગાલૅન્ડમાં એનડીપીપીને સૌથી વધુ બેઠક મળી છે અને ભાજપ બીજા ક્રમે રહેતાં બન્ને પક્ષની યુતિએ સરકાર રચવા જરૂરી બેઠક પ્રાપ્ત કરી છે.
મેઘાલયમાં કોનરાડ સંગમા અંદાજે પાંચ હજાર મતના તફાવતથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેઓ પોતાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને બહુમતી નહિ મળતા સરકાર રચવા કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને ભાજપનો ટેકો માગ્યો હતો.
દરમિયાન, ભાજપના રાષ્ટ્રીય સ્તરના પ્રમુખ જે. પી. નડ્ડાએ મેઘાલયમાંના ભાજપના એકમને કોનરાડ સંગમાની પાર્ટીને સરકાર રચવા માટે ટેકો આપવા સૂચના આપી હતી.
મેઘાલયમાં એક નેતાના મૃત્યુને લીધે વિધાનસભાની સંબંધિત બેઠક પર ચૂંટણી નહોતી યોજાઇ.
નાગાલૅન્ડમાં હેખાની જાખાલુ નામની મહિલા ઉમેદવાર રાજ્યમાં વિધાનસભ્ય બનનારી સૌપ્રથમ મહિલા બની છે
રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના ઉમેદવારોએ સૌપ્રથમ વખત નાગાલૅન્ડની ચૂંટણી લડી હતી અને બે બેઠક જીતી હતી.
ત્રિપુરામાં ભાજપના ‘મિસ્ટર ક્લીન’ માણિક સાહા બીજી વખત મુખ્ય પ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્ર્વ શર્માએ ઇશાન ભારતની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. (એજન્સી)
————–
ત્રિપુરા
કુલ બેઠક ૬૦
ચૂંટણી યોજાઇ ૬૦
બહુમતી ૩૧
ભાજપ ૩૨
ટીએમપી ૧૩
માર્ક્સવાદી ૧૧
કૉંગ્રેસ ૩
અન્ય ૧
————–
મેઘાલય
કુલ બેઠક ૬૦
ચૂંટણી યોજાઇ ૫૯
બહુમતી ૩૦
એનપીપી ૨૬
કૉંગ્રેસ ૫
તૃણમૂલ ૫
ભાજપ ૨
અન્ય ૨૧
(એક નેતાના નિધનને લીધે એક બેઠક પર ચૂંટણી નહોતી યોજાઇ)
—————
નાગાલૅન્ડ
કુલ બેઠક ૬૦
ચૂંટણી યોજાઇ ૬૦
બહુમતી ૩૧
એનડીપીપી ૨૫
ભાજપ ૧૨
એનપીએફ ૨
કૉંગ્રેસ ૦
અન્ય ૨૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -