મોબાઈલ ફોન એ રોજિંદા જીવનની મહત્ત્વની બાબત બની ગઈ છે અને જો એક દિવસ આ ફોનની બેટરી ડાઉન હોય કે કશે ભૂલાઈ ગયો હોય તો જાણે દિવસમાં કંઈ મિસિંગ છે એવી ફિલિંગ થવા લાગે. એમાં પણ ઘણા લોકોને ફોન મૂકીને ભૂલી જવાની આદત હોય છે તો વળી જ્યારે આ મોબાઈલ ફોન કોઈપણ રીતે ચોરાઈ જાય ત્યારે તો ખાસી મોકાણ શરૂ થઈ જાય છે… પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, સર્ચ એન્જિન ગૂગલ તમારી આ મુશ્કેલીનો અંત લાવશે.
એવું કહેવાઈ રહ્યું છે ગૂગલ એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે કે જે તમને તમારો ખોવાયેલો ફોન પાછો મેળવી આપવામાં મદદરૂપ થશે. ગૂગલનું આ નવું ફીચર એપલ એરટેગની જેમ જ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન બંધ હોવા છતાં પણ તેને શોધવામાં મદદ કરશે. એક રિપોર્ટ અનુસાર આ ફીચરને ગૂગલના પિક્સલ ડિવાઈઝ પર પિક્સલ પાવર ઓફ ફાઈન્ડર તરીકે ઓળખવામાં આવશે.
ગૂગલ બધા જ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે એક વિશાળ નેટવર્ક બનાવવાની ફિરાકમાં છે, જેમાં ઓપ્ટિકલ સપોર્ટ કે પછી અલ્ટ્રા વાઈડ બેન્ડનું સપોર્ટ હશે, જે ડિવાઈસને લોકેટ કરવામાં મદદ મળશે.
આવો જોઈએ કઈ રીતે આ શક્ય બનશે?
ગૂગલે પોતાના ટેગ કોડનેમ ગ્રોગૂને પણ આમાં સામેલ કર્યો છે. નવા અપડેટ માટે એક નવા હાર્ડવેર એબ્સ્ટ્રેક્શન લેયરને સોર્સ કોડમાં સામેલ કરવામાં આવ્યું છે. પ્રિ-કંમ્પ્યુટેડ ફિંગર નેટવર્કિંગ કીઝને ડિવાઈસ બ્લ્યુટુથ ચીપમાં ટ્રાન્સફર કરશે, જે ફોન બંધ હશે તો પણ ચીપને એક્ટિવ રાખવામાં મદદ કરશે. આ કામ ઘણી બધી રીતે આઈફોનના ફાઈન્ડ માય ફિચર જેવું જ છે.