(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્ય પ્રધાન અને કેબિનેટને ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા ‘લોકપાલ’ના દાયરામાં લાવનાર લોકાયુક્ત બિલને પસાર કરવામાં આવ્યું હતું.
ટીચર્સ એન્ટરન્સ ટેસ્ટમાં કથિત કૌભાંડને લઈ વિપક્ષે વોક-આઉટ કર્યું હતું ત્યાર બાદ આ આ બિલને કોઈ પણ જાતની ચર્ચા-વિચારણા કર્યા વિના પસાર કરવામાં આવ્યું હતું. ગૃહમાં આ બિલને સોમવારે રજૂ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બિલને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર આ બિલ લાવનારું દેશનું સૌથી પહેલું રાજ્ય હશે.
આ બિલ અનુસાર મુખ્ય પ્રધાનની સામે કોઈ પણ પ્રકારની તપાસ શરુ કર્યા પૂર્વે વિધાનસભાની મંજૂરી લેવાની રહેશે અને એના પ્રસ્તાવને ગૃહની સામે રજૂ કરવાનો રહેશે. આ પ્રકારના પ્રસ્તાવને મંજૂર કરાવવા માટે વિધાનસભામાં કુલ સભ્યની ઓછામાં ઓછી બે-તૃતિયાંશ સભ્યની સહમતિ લેવાનું જરુરી રહેશે.