લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડિનો ફોર્મ્યુલા સેટ થઇ ગયો છે. કુલ 48 બેઠકોમાંથી ઠાકરે ગ્રુપ 21, રાષ્ટ્રવાદી 19 તથા કોંગ્રેસ 8 બેઠકો પર લઢશે તેવી જાણકારી સૂત્રો પાસેથી મળી છે. મુંબઇની છ લોકસભા બેઠોકોમાંથી 4 બેઠકો પર ઠાકરે ગ્રુપ પોતાનો ઉમેદવાર લઢાવશે જ્યારે અન્ય એક-એક બેઠક પર રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર લઢાવશે. આગામી લોકસભા ચૂંટણી માટે હવે માત્ર એક વર્ષનો સમય બાકી છે. બધા જ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટેની જોરદાર તૈયારીઓ શરુ કરી દીધી છે. રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી લોકસભાની ચૂંટણીમાં 48માંથી પાંચ થી છ બેઠકો એવી છે જેના માટે મહાવિકાસ આઘાડીની પૂર્ણ સંમતી મળી નથી. તેથી આ બેઠકો પર ફેરવિચારણા થઇ શકશે.
ભાજપે પણ ત્રીજીવાર સત્તામાં આવવા માટેની વ્યુહરચના તૈયાર કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં જીતવા માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે ત્યાં ભાજપાએ પણ પોતાની રણનિતીમાં મોટો બદલાવ કર્યો છે. 2019ના પરિણામોની વાત કરીએ તો મહારાષ્ટ્રની 48 બેઠકો પર લોકસભાની ચૂંટણી થઇ હતી. 2019ની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું. 2019માં 48માંથી 23 બેઠકો ભાજપે જીતી હતી અને 18 બેઠકો પર શિવસેનાનો વિજય થયો હતો. 4 બેઠકો રાષ્ટ્રવાદિ કોંગ્રેસના નામે જ્યારે કોંગ્રેસ અને એમઆઇએમનો એક – એક ઉમેદવાલ વિજયી થયા હતા. જોકે આગામી ચૂંટણીમાં ભાજપે 45 બેઠકો પર જીતવાનું લક્ષ રાખ્યું છે. ત્યારે હવે આગામી ચૂંટણીમાં પોતાના લક્ષને સાધવા માટે ભાજપે કમર કસી લીધી છે. મોદીની તમામ યોજનાઓ સામા્ન્ય જનતા સુધી પહોંચાડો એવી સૂચના દેવેન્દ્ર ફડણવીસે આપી છે. ત્યારે હવે અન્ય પક્ષો પોતાનું ગણીત કંઇ રીતે કરશે તે વિચારવા યોગ્ય છે