જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ 11 નવેમ્બરે રાશિ બદલી રહ્યો છે. શુક્ર ગૌચર કર્યા બાદ તે વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્ર ગ્રહને ધન, સમૃધ્ધિ, વૈભવ, પ્રેમ અને સુંદરતાને કારક માનવામાં આવે છે. શુક્રનું રાશિ પરિવર્તન 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે.
સિંહ: શુક્રનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકોને મોટો ફાયદો કરાવશે. શુક્રની નિશાની બદલાતા જ આ લોકોના જીવનમાં સુખ-સમૃધ્ધિ વધી શકે છે. તમે કોઈ નવું કામ શરુ કરી શકો છે. વેપારમાં લાભ થશે. નફામાં વધારો થશે. આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે.
તુલા: તુલા રાશિના લોકોને મોટો ફાયદો થશે. તેમને અચાનક ક્યાંકથા પૈસા મળી શકે છે. આવકના સ્ત્રોત બનશે. રોકાણ કરવા માટે સારો સમય છે. તમે આ મહિને બચત કરવામાં સફળ રહેશો. તમને દેવાથી મુક્તિ મળી શકે છે.
ધનુ: ધનુ રાશિના લોકોને વેપારમાં લાભ થશે. કરિયર માટે પણ આ સમય સારો રહેશે. આવકમાં વધારો થશે. જીવનમાં સુખ-સૃધ્ધિઓ વધશે. લવ લાઈફ, દાંપત્ય જીવન માટે સારો સમય છે.
મકર: મકર રાશિના લોકોને શુક્રનું રાશિ પરિવર્તન શુભ ફળ આપશે. પગાર વધી શકે છે. પ્રમોશન મળી શકે છે. માન-સન્માન વધશે. પૈસાથી ફાયદો થશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. જીવનમાં ખુશીઓ વધશે.
કુંભ રાશિઃ કુંભ રાશિના લોકો માટે શુક્રનું સંક્રમણ સારુ સાબિત થશે. કરિયરમાં તમને સફળતા મળશે. મોટી સિધ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. લોકો તમારે કામની પ્રશંસા કરશે. પગાર વધારો, પ્રમોશન મળવાના ચાન્ય છે. વેપાર માટે પણ સમય સારો છે.