નાંદેડઃ બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદની ફરમાવવાના અહેવાલની વચ્ચે સૌથી આચંકાદાયક સમાચાર જાણવા મળ્યા છે, જેમાં મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લા પરિષદની શાળાઓમાં આસારામના ઉપદેશોના પાઠ ભણાવાય છે અને આ અહેવાલને જાણ્યા પછી મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
મહારાષ્ટ્રના અનેક જિલ્લા પરિષદની સ્કૂલમાં બળાત્કારના દોષી આસારામના પાઠ અને મંત્રો અભ્યાસક્રમમાં ભણાવાય છે અને તેને લઈને વિદ્યાર્થીઓના માતાપિતાએ ચિંતા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, ગુસ્સે થયેલા પરિવારના સભ્યોએ આ કેસમાં સ્કૂલો સામે કાર્યવાહી કરવાની માગમી કરી હતી. ભોકર તાલુકાની મોટા ભાગની જિલ્લા પરિષદ શાળાઓ જેમ કે નાગપુર, ડોર, સાયલ, રેણાપુર, નાંદા, સોનારી, હસાપુર અને રાયખોડમાં આસારામના ઉપદેશોનું શિક્ષણ આપવામાં આવે છે.
ભોકર તાલુકાની એક જિલ્લા પરિષદની સ્કૂલના શિક્ષકે ધર્મના નામે અનેક મહિલાનું જાતીય શોષણના દોષી આસારામના નામે કથિત શિક્ષણ આપવાનું ચાલુ કર્યું છે, પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે તાલુકાની તમામ સ્કૂલના કાર્યક્રમ કરવાની વાત સામે આવવાથી શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
દુનિયામાં અમુક શિક્ષકો ભારતીય શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થીઓને ટેકનોલોજીની દુનિયામાં ખૂદને સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવે છે, તેનાથી વિપરીત આ બધી સ્કૂલો સંસ્કારના નામે આસારામનું શિક્ષણ આવનારી પેઢીઓને આપવામાં આવે છે. એટલું જ નહીં, આસારામના ભક્તોના કહેવાથી મહિલાઓને જિલ્લા પરિષદની સ્કૂલોમાં મંત્રોચ્ચાર કરવાની સાથે સાથે હલ્દી કંકુનો કાર્યક્રમ પણ કરાવે છે. અહીં એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં ગુજરાતમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટે બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફરમાવી હતી.