છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં બે વષર્ના બાળકને દીપડો લઈ ગયો અને તેને જંગલમાં ઝાડીમાં છોડી ગયો હતો. સાહિલ નામનો આ બાળક તેના ભાઈ આશિષના હાથમાં હતો અને તે તેને રમાડી રહ્યો હતો. અચાનકથી એક દીપડો આવ્યો અને સાહિલને હાથમાંથી લઈ ગયો. આશિષ કંઈક સમજે તે પહેલા દીપડો ઝાડીમાં ગાયબ થઈ ગયો. આશિષે બૂમાબૂમ કરતા ગામના લોકો ને પરિવાર હાજર થયા અને દીપડાને શોધવા ગયા, પરંતુ દીપડો ન મળ્યો. દરમિયાન અંદર ઝાડીમાં લોહીલુહાણ હાલતમાં બાળક મળી આવ્યું હતું. બાળકને દીપડાએ ગળેથી પકડ્યો હોવાથી તેના ગળા પર ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યો હતો, પણ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
થોડા મહિના પહેલા પંચમહાલ જિલ્લામા એક માતાના ખોળામાં રમી રહેલા આઠ મહિનાના બાળકને દીપડો પકડીને લઈ ગયો હતો. માતા પોતાની ઝૂંપડીમાં હતી. બાળક તેના ખોળામા હતું. અચાનકથી દીપડો આવી ચડ્યો ને બાળકને ઉઠાવી લઈ ગયો. માતાએ દિપડા પાછળ ઘણી દોટ લગાવી, પરંતુ દીપડો વહેલી સવારના અંધારામાં ગાયબ થઈ ગયો, ત્યારબાદ બાદ બાળક મૃત હાલતમા મળી આવ્યું હતું.