બોડેલીની ધોળીવાવમાં દિપડાએ પાંચેક વષર્ના બાળકને માતા-પિતા પાસેથી ઝૂટવી લીધો હતો અને દીપડો લીમડાના ઝાડ પર ચડી ગયો હતો. ગામના લોકો ભેગા થતા તે ગભરાયો હતો ને બાળકને મોઢામાંથી છૂટો કરી ભાગ્યો હતો. બાળકને ગળા પર અને અન્ય જગ્યાઓ પર ઈજા થઈ હતી.
આ બાળકને વડોદરાની એમએસ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો, જ્યાં તેણે આખરી શ્વાસ લેતા પરિવાર સહિત ગ્રામવાસીઓ શોકમાં ડૂબ્યા હતા. આ સાથે ગામના લોકોએ દીપડાને પાંજરમાં પુરવાની માગણી વધારે આક્રમક રીતે કરી હતી.
થોડા દિવસો પહેલા આ જ દીપડાએ પશુનું મારણ કર્યું હતું. દીપડાને પાંજરે પુરવા ગ્રામવાસીઓ માગણી કરી રહ્યા છે. ગુજરાતમાં દીપડાના હુમલાના કિસ્સા છાશવારે બનતા રહે છે અને છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ માસૂમ બાળકે જીવ ગુમાવ્યા છે.