(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડમાં સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.) પર વર્ષોથી રહેલી ટ્રાફિક જામની સમસ્યા હવે છૂટકારો મળવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ એસ.વી.રોડ પર રામચંદ્ર લેન નાળા પાસે રહેલા ૧૬ બાંધકામ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. બહુ જલદી હવે આ રસ્તો પહોળો થઈ જશે.
સવાર-સાંજના પીક અવર્સ જ નહીં પણ સામાન્ય દિવસના સમયમાં પણ મલાડ (પશ્ર્ચિમ)માં સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.) પર બરચક ટ્રાફિક ટ્રાફિક રહેતો હોય છે. તેથી પાલિકાએ ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે આ રોડ પર રહેલા રામચંદ્ર લેન નાળા પાસેના દારૂવાલા કમ્પાઉન્ડ પર રસ્તા પર અવરોધરૂપ રહેલી ૧૬ દુકાન સામે કાર્યવાહી કરી હતી. આ ૧૬ દુકાનદારોને જગ્યા માટે આર્થિક વળતર ચૂકવવામાં આવશે.