ભારતમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાતા બોલિવૂડના કોકિલ કંઠી ગાયિકા ભારતરત્ન લતા મંગેશકરની આજે પ્રથમ પુણ્યતિથિ છે. 6 જાન્યુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતુ.
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં પુરી નીલાદ્રી બીચ પર સેન્ડ આર્ટ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
સેન્ડ આર્ટમાં તેમણે લતા મંગેશકરની પ્રતિકૃતિ અને બાજુમાં ગ્રામોફોનની પ્રતિકૃતિ બનાવી છે.
ભારત રત્નથી સમ્માનિત, લતા મંગેશકરે ખૂબ જ નાની ઉંમરે ગાવાનું શરુ કર્યું હતું. તેમના અવાજ થકી ગાવામાં નિપુણતા મેળવી દેશવિદેશમાં પ્રસિદ્ધિ મેળવી હતી .
લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી, 2022ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું હતું. લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.