બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેમના પુત્રી આરજેડી સાંસદ મીસા ભારતી લેન્ડ ફોર જોબ કેસમાં દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં 16 આરોપીઓને હાજર થવાનો આદેશ આપ્યો હતો. લાલુ વ્હીલચેર પર સીબીઆઈ કોર્ટ પહોંચ્યા હતા.
લેન્ડ ફોર જોબ મામલો ત્યારનો છે જ્યારે લાલુ પ્રસાદ 2004 થી 2009 વચ્ચે રેલવે પ્રધાન હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે ભારતીય રેલ્વે દ્વારા ભરતી માટેના નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને નિયમિત નિમણૂંકો કરવામાં આવી હતી. આરોપ છે કે ઉમેદવારોએ નિમણુકના બદલામાં સીધા અથવા તેમના નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યો દ્વારા, તત્કાલિન રેલવે પ્રધાન RJD વડા લાલુપ્રસાદને જમીન આપી હતી.
બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં મંગળવારે ત્રીજી વખત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની પૂછપરછ માટે હાજર થયા ન હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 4 માર્ચ અને 11 માર્ચે હાજર ન થવા બદલ યાદવને મંગળવારે પૂછપરછ માટે હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. મંગળવારે ત્રીજી નોટિસ પર પણ તેજસ્વી પૂછપરછ માટે હાજર થયા ન હતા.
Also Read: Land for job scam: લાલુ પરિવારને મોટી રાહત લાલુ-રાબડી-મીસાને કોર્ટમાંથી જામીન મળ્યા https://bombaysamachar.com/land-for-job-scam-big-relief-for-lalu-family-lalu-rabdi-misa-got-bail-from-the-court/