આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી મેક્સિકોમાં છે અને કોરોનાની ચપેટમાં આવી ગયા છે. સિવિયર ન્યુમોનિયા થયા બાદ એરલિફ્ટ કરીને તેમને લંડન લઈ જવામાં આવ્યા હતા. લલિત મોદી હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે અને 24 કલાક માટે તેમને ઓક્સિજન સપોર્ટ રાખવામાં આવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને આની માહિતી આપી છે.લલિત મોદીને અઠવાડિયામાં બે વખત કોરોના થયો હતો.
તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે “ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર ન્યુમોનિયા અને 2 અઠવાડિયા અને 3 અઠવાડિયાના ક્વોરેન્ટાઈન પછી હું આખરે બે ડોક્ટર્સ અને સુપરસ્ટાર પુત્ર સાથે એર એમ્બ્યુલન્સમાં લંડન પહોંચ્યો છું. કમનસીબે, હજુ પણ 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છું. આ સુવિધા માટે વિસ્ટાજેટનો આભાર. હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધાને પ્રેમ.”
ગયા વર્ષે લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુસ્મિતા સેન સાથે તસવીરો શેર કરી હતી. બંને વચ્ચે બોન્ડિંગ જોવા મળ્યું હતું. બંને રિલિશનશિપમાં હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. જો કે લલિત સાથે ફોટો વાયરલ થયા બાદ સુસ્મિતા ટ્રોલ થઈ હતી. હવે ફરીવાર સુસ્મિતા સેન અને લલિત મોદીના સંબંધોની ચર્ચા થવા લાગી છે અને તેનું કારણ છે લલિત મોદીની તબિયતને લઈને સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેનની કોમેન્ટ. લલિત મોદીની પોસ્ટ પર સુષ્મિતા સેનના ભાઈ રાજીવે કમેન્ટ કરી છે રાજીવે લલિત મોદી જલદી સ્વસ્થ થઈ જાય તેવી શુભકામના પાઠવી છે.
લલિત મોદીએ IPLની શરૂઆત કરી હતી. તે 2005થી 2010 સુધી BCCIના વાઈસ પ્રેસિડન્ટ પદે રહ્યો. 2008થી 2019 સુધી IPLના ચેરમેન અને કમિશનર રહ્યો. 2010માં લલિત મોદીને ફ્રોડના આરોપમાં IPL કમિશનર પદેથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. આ ઉપરાંત તેમને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. મની લોન્ડ્રિંગ કેસના આરોપ પછી 2010માં લલિત મોદી દેશ છોડી ગયા હતા.