દેશની આર્થિક રાજધાની મુંબઇમાં હાલમાં જ માનવતાને શરમાવે એવો કિસ્સો બન્યો છે. એક દિકરીએ પોતાની સગી માતાની હત્યા કરી તેના મૃતદેહના ટૂંકડા કરીને ઘરમાં જ સંતાડી દીધા હતા. હવે આ હત્યાકાંડમાં પોલિસે ચોંકાવનારા ખૂલાસા કર્યા છે. પોલિસ અધિકારીના કહેવા મુજબ રિંપલ જૈન નિયમિત ટિવી પર ક્રાઇમ પેટ્રોલ જોતી. પોલિસે એવો દાવો પણ કર્યો કે માતાની હત્યા કરી તેના મૃતદેહના ટૂંકડા કરવાનો આઇડિયા એને ત્યાંથી જ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે મૃત્યુના કારણની હજી કોઇ જાણકારી મળી નથી. પોલીસ પોસ્ટ મોર્ટમના રિપોર્ટની રાહ જોઇ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુંબઇ પોલીસે વિણા જૈનની હત્યાના મામલે અત્યાર સુધી છ લોકોની પૂછપરછ કરી છે. પોલિસે વેન્ડર, સેલ્સમેન અને ઇબ્રાહિમ કાસમ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ હોટેલના કર્મચારીઓની પૂછપરછ કરી છે. આ જ બિલ્ડીંગમાં 55 વર્ષિય વિણા જૈન તેમની દિકરી રિંપલ સાથે રહેતા હતા.
પોલિસના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પૂછપરછ અંતર્ગત મળતી વિગતો મુજબ વિણા જૈનનું મૃત્યુ 27મી ડિસેમ્બરે થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આ જ દિવસે તે બિલ્ડીંગના પહેલાં માળથી નીચે પડ્યા હતા. પોલિસે જણાવ્યું કે એમને એ જ ઇમારત રહેતાં બે હોટેલ કર્મચારીઓની મદદથી ઘરે લઇ જવામાં આવ્યા હતા
પોલિસે એ પણ જણાવ્યું કે રિંપલે 27મી ડિસેમ્બરના રોજ જ ફિનાઇલ અને રુમ ફ્રેશનર પણ ખરિદ્યા હતા. પોલિસને રિંપલના ઘરેથી માર્બલ કાપવાની મશીન મળી હતી.
રિંપલે 12માં ધોરણથી અભ્યાસ અધૂરો છોડ્યો હતો. 20 વર્ષ પહેલા તેના પિતાનું મૃત્યુ થયું હતું. રિપંલે તેની માતાના હત્યાના આરોપને ફગાવી દીધો છે. એણે કહ્યું કે પડી જવાને કારણે તેની માતાનું મૃત્યુ થયું હતું.
મુંબઇ પોલિસ આ કેસમાં વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશથી એક વ્યક્તિને પકડીને લાવી છે. એ નજીકના એક સેન્ડિવિચ સ્ટોલ પર કામ કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એ રિંપલના સંપર્કમાં હતો. જોકે પોલિસને પૂછપરછ દરમિયાન કંઇ જ શંકાસ્પદ ન મળતા એને છોડી મૂકવામાં આવ્યો છે.
પોલિસનો આક્ષેપ છે કે રિંપલે એની માતાની હત્યા કરી અને તેના મૃતદેહના ટૂકડાં કરી તેને મહિનાઓ સુધી ઘરે સંતાડી રાખ્યા હતા. કાલાચોકી પોલિસને તેની માતાનું ધડ એક કબાટમાંથી પ્લાસ્ટીકની થેલીમાં બંધ હાલતમાં મળ્યું હતું. શરીરના અંગોને કાપ્યા બાદ બાથરુમમાં પાણીના ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા. પોલિસને ઘરમાંથી એક ઇલેક્ટ્રોનિક માર્બલ કટર અને ચાકુ પણ મળી આવ્યા છે. પોલિસને શક છે કે મહિલાના અંગોને કાપવા માટે તેનો ઉપયોગ થયો છે.