સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ચૂક્યું છે કે લોકો ખૂબ જ સહેલાઈથી એક જ ક્લિકમાં દુનિયાના કોઈ પણ ખૂણે બેસેલા વ્યક્તિ સુધી પોતાની ભાવના પહોંચાડી શકે છે. આપણે પણ અવારનવાર એવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોતા જ હોઈએ છીએ.
આજે આપણે અહીં આવા જ એક વીડિયો વિશે વાત કરીશું જેમાં કચ્છની ધીંગી ધરાની એક દીકરીનું કૌશલ્ય જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં દીકરી જોરદાર ચોગ્ગા-છગ્ગા મારતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ દીકરીની સરખામણીએ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડી સુર્ય કુમાર યાદવ સાથે કરી રહ્યા છે.
Kal hi toh auction hua.. aur aaj match bhi shuru? Kya baat hai. Really enjoyed your batting. 🏏👧🏼#CricketTwitter #WPL @wplt20
(Via Whatsapp) pic.twitter.com/pxWcj1I6t6
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2023
ભારતીય ક્રિકેટર સુર્ય કુમાર યાદવની સ્ટાઈલમાં ક્રિકેટ રમતી આ દીકરીને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. સાંસદ પી પી ચૌધરી, BCCIના અધ્યક્ષ જય શાહ અને ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ આ વીડિયોને શેર કરતા રહી શક્યો નહોતા.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં નાનકડી દીકરી ખેતરની આસપાસ ક્રિકેટની રમતી દેખાઈ રહી છે એકથી ચઢિયાતા એક એવા શોટ્સ મારતી દેખાઈ રહી છે. સચિન તેંડુલકરે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે હરાજી ગઈકાલે થઈ અને આજથી જ મેચની શરૂઆત પણ થઈ ગઈ…
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી અનેક વખત આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં નેટિઝન્સ આ છોકરીની પ્રશંશા કરતા થાકી નથી રહ્યા.