ભચાઉઃ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ફરી એક વખત શુક્રવારે સાંજે ધરતી ધ્રૂજી ઉઠી હતી. કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.2ની હોવાની માહિતી સામે આવી રહી છે.
શુક્રવારે સાંજના સાત વાગ્યાની આસપાસ આ આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિલોમિટર દૂર નોંધાયું હોવાની માહિતી પણ સામે આવી રહી છે. જોકે, ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અમરેલી વિસ્તાર અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.