Homeઆમચી મુંબઈબોલો! કરચલાં પરથી પડ્યું હતું મુંબઈના આ વિસ્તારનું નામ...

બોલો! કરચલાં પરથી પડ્યું હતું મુંબઈના આ વિસ્તારનું નામ…

ભારત વિવિધતામાં એકતાવાળો દેશ અને આ જ ભારતમાં અનેક એવા અનેક શહેરો, જગ્યાઓ આવેલી છે કે જેમના નામકરણની કહાની ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. આજે આપણે અહીં મુંબઈના જ એક આવા જ એક વિસ્તાર વિશે વાત કરવાના છીએ કે જ્યાંથી રોજે કદાચ તમે પસાર થતાં હશો, પણ તેના નામકરણની સ્ટોરીથી અજાણ હશો. ચોક્કસ જ તમે આ સ્ટોરી વાંચ્યા પછી એવું પણ વિચારશો કે હેં, આવું તો આપણને ખબર જ નહોતી… ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વગર જણાવી દઈએ કે અહીં વાત થઈ રહી છે મુંબઈના કુર્લા વિસ્તારની. તમને ખબર છે કે આ શહેરનું નામ કરચલા એટલે કે હિંદીમાં જેને ખેકડા તરીકે ઓળખવામાં આવે છે એના પરથી રાખવામાં આવ્યું છે?
જ્યારે મુંબઈ બોમ્બે તરીકે ઓળખાતું હતું, ત્યારે કુર્લા અને તેના આસપાસના વિસ્તારમાં પાણીનો પુષ્કળ ભરાવો થતો હતો. આવી સ્થિતિમાં આ આખા વિસ્તારમાં ગંદકી ફેલાઈ જતી હતી અને આ જ ગંદકીમાં મોટા પ્રમાણમાં કરચલાઓ જોવા મળતાં હતા અને આ કરચલાને મરાઠીમાં ‘કુર્લા’ કહેવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારનું નામ કુર્લા પડ્યું. ધીરે ધીરે સમય આગળ વધતો ગયો તેમ તેમ લોકો આખા વિસ્તારને ‘કુર્લી’ના નામથી પણ ઓળખવા લાગ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે કુર્લા એ મુંબઈનું એક મોટું શહેર છે અને ખૂબ જ સુંદર છે. પરંતુ 1534ના સમયમાં, તે પોર્ટુગીઝોના કબજામાં હતું. 1782માં અહીં સાલબાઈની સંધિ થઈ હતી, ત્યાર બાદ કુર્લાને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે કુર્લા વિસ્તારમાં મુંબઈનું પ્રખ્યાત હોલી ક્રોસ ચર્ચ છે, જેનું નિર્માણ પોર્ટુગીઝ શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું.
રસપ્રદ વાત તો એ છે કે, બ્રિટિશ રાજ દરમિયાન એટલે કે 1890 સુધી, કુર્લા એ બોમ્બે અને થાણે વચ્ચેના ગ્રેટ ઈન્ડિયન પેનિન્સુલા રેલ્વે પરનું મુખ્ય સ્ટેશન હતું. આ ઈતિહાસને જાળવી રાખીને કુર્લાને ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન માનવામાં આવે છે.
અત્યારે અહીં અનેટ મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓની કોર્પોરેટ ઓફિસ આવી ગઈ છે પણ એ પહેલાં આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થરો જોવા મળતાં હતા. આ પથ્થરોનો ઉપયોગ કરીને અહીં ઘણી મોટી અને પ્રખ્યાત ઇમારતો બનાવવામાં આવી છે. એટલું જ નહીં, કુર્લા વિસ્તારમાં બે મોટી કોટન મિલો પણ આવેલી છે અને એક સમય હતો કે આ મિલોમાં હજારો મજૂરો લોકો કામ કરતા હતા. કુર્લાની અડધાથી વધુ વસ્તી આ મિલોમાં કામ કરતી હતી, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નહીં ગણાય. આ સિવાય આ લોકો એ સમયે માછીમારી અને મીઠું બનાવવાનું પણ કામ કરીને જીવન નિર્વાહ કરતાં હતા.
જે સ્ટેશન પરથી તમે રોજ પસાર થવા છો એ સ્ટેશનના સમૃદ્ધ ઈતિહાસથી વાકેફ હતાં કે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -