ફિલ્મનામા -નરેશ શાહ
જગતભરની ડાહી વાતો ઈન્ટરવ્યૂમાં કરતો શાહરૂખ ખાન કેમ તેની મોટી બહેન વિષ્ો ક્યારેય ડિટેઈલમાં વાત નથી કરતો? અજિતાભ બચ્ચન કેમ છેલ્લાં દશ વરસથી લાઈમલાઈટ આવતા નથી અને અમિતાભ બચ્ચન કેમ તેના વિષ્ો કશું બોલતાં નથી ? આમિર ખાન અને ફૈઝલ ખાન કે પછી મૂકેશ અંબાણી અને અનિલ અંબાણી કેમ એકબીજા સાથેની તકરાર કે પ્રેમ વિષ્ો બોલતાં નથી ? આવા સવાલોની યાદીમાં એકનો ઉમેરો કરો કે ટીના મુનિમ સાથે એક ટૂથબ્રશ શેર કરવા જેવી અંગત વાતો જાહેર કરનારા રાજેશ ખન્ના કેમ ક્યારેય પોતાના રિઅલ માબાપ કે ભાઈબહેન વિષ્ો કશું બોલ્યાં નથી અને બોલ્યાં છે ત્યારે પણ જુઠ્ઠું બોલ્યા છે, શા માટે ? ભાવના સોમૈયાને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં રાજેશ ખન્નાએ એવું કહેલું કે તેમનો જન્મ માતા-પિતાના લગ્નના છેક અઢારમાં વરસે થયો હતો અને એ પણ ત્રણ બહેનોના જન્મ પછી. બડી મન્નતો કે બાદ જન્મ હુઆ થા મેરા, એવું કહેનારાં રાજેશ ખન્નાને ખરેખર તો એક મોટો ભાઈ અને ચાર બહેનો હતી. મોટાભાઈનું નામ નરેન્દ્ર બહેનોના
નામ ચંચલ (મોટી બહેન), વિજય, કમલેશ (કમલી) અને મંજુ.
અવસાન પછી રાજેશ ખન્ના પર બે પુસ્તક પ્રસિદ્ધ થયા, જેમાં રાજેશ ખન્નાના સ્ટારડમ અને તેના કાળા પડછાયાની વાતો છે. એક પુસ્તક ગૌતમ ચિંતામણીએ (રાજેશ ખન્ના : ડાર્ક સ્ટાર) લખ્યું અને બીજું યાસિર ઉસ્માને (રાજેશ ખન્ના: કુછ તો લોગ કહેંગે) લખ્યું. યાસિર ઉસ્માને બહુ બધા અભ્યાસ અને રિસર્ચ પછી લખ્યું કે રાજેશ ખન્નાએ (અજું મહેન્દ્ર તેમ જ ડિમ્પલ વિષ્ો ખૂબ ઈન્ટરવ્યૂ આપ્યાં છે પણ) એકપણ ઈન્ટરવ્યૂમાં પોતાની સાચી માતા ચંદરાણી કે પિતા નંદલાલ કે ભાઈ-બહેનો વિષ્ો વાત કરી નથી. તાજ્જુબની વાત તો એ છે કે રાજેશ ખન્નાના માતા-પિતા અને ભાઈ પણ પછી તો મુંબઈ રહેવા લાગ્યા હતા અને તેઓ ક્યારેય લાઈમલાઈટમાં આવ્યા નથી. શોકિંગ વાત તો એ પણ છે કે રાજેશ ખન્નાના મોટાભાઈ નરેન્દ્ર ખન્ના પણ નાટકોમાં અભિનય કરતા હતા. તેમણે બૈગમ જૈદી અને જોહરા સહેગલ સાથે પણ કામ ર્ક્યું હતું. (નરેન્દ્ર ખન્ના વરસો પહેલાં ગુજરી ગયા છે ) નરેન્દ્ર ખન્નાના મિત્ર અને રામાનંદ સાગરના ચીફ આસિસ્ટન્ટ ડિરેકટર કૈલાસ અડવાણીએ લેખક યાસિર ઉસ્માનને કહ્યા પ્રમાણે, રાજેશ ખન્ના અવારનવાર નરેન્ ખન્નાને મળતાં હતા. પરંતુ તેઓ કાયમ નરેન્ને પોતાનો કઝિન ગણાવતાં, અને એ જ રીતે સગાભાઈનો પરિચય કરાવતા હતા.
નરેન્દ્ર ખન્ના અવારનવાર રાજેશ ખન્નાના આશિર્વાદ બંગલા પર પણ આવતા હતા. રાજેશ ખન્ના સાથે વીસ વરસ સુધી કામ કરનારા (અને અત્યારે સલમાન ખાન માટે કામ કરતાં) પ્રશાંતકુમાર રોયને પણ યાદ છે કે નરેન્દ્ર ખન્ના આશીર્વાદમાં આવતાં અને બધા તેને ખન્ના પાપા કહેતાં. બન્ને ભાઈઓના ચહેરા જ ચાડી ખાતાં હતા કે તેઓ સગા ભાઈઓ છે. છતાં ડોળ કઝિન તરીકેનો જ થતો હતો. પ્રશાંતકુમાર રોય એ વાતના પણ સાક્ષ્ાી છે કે રાજેશ ખન્ના તેમના જ મારફત સગી બહેનોને પૈસા મોકલાવતા રહેતાં. રાજેશ ખન્ના એ વખતે તાકીદ પણ કરતાં કે આ (પૈસા મોકલવાની) વાતનો ઉલ્લેખ ખન્ના પાપા (નરેન્દ્ર ખન્ના) પાસે કરવાની જરૂર નથી. આ બધું હોવા છતાં એ પણ હકીક્ત છે કે આશીર્વાદમાં રાજેશ ખન્નાના સગા ભાઈ કે બહેનો કે માતા-પિતાની કોઈ તસવીર રાખવામાં નહોતી આવી.
આ બધાનો અર્થ શું સમજવો ? સાર શું કાઢવો? માનસશાસ્ત્ર તો એવું કહે છે કે બચપણમાં આવી કશી ઘટના બની હોય તો તે વ્યક્તિના સ્વભાવમાં ઘણા ફેરફાર લાવી શકે છે. છ-આઠ કે દશ વરસના માસૂમ જતિનને નંદલાલ ખન્ના અને ચાંદરાણીએ દત્તક આપી દઈ મોટાભાઈ-ભાભી સાથે મુંબઈ મોકલી દીધો એ પછી જતિનના માનસ પર તેની કેવી અસર થઈ હશે ? તેને તેના સગા ભાઈ-બહેન અને માતા-પિતાની ખોટ સાલી હશે ? માત્ર પોતાને જ અલગ કરી દેવાયાની લાગણીએ તેને વધુ સેન્સિટીવ અને પઝેશિવ બનાવી દીધો હશે ?
બે-ત્રણ દશકા પછી શું જતિનને પોતાના સગા ફેમિલી માટે કોઈ લાગણી રહી હશે કે શું થોડી ઘણી જેટલાં સવાલો છે એટલી શક્યતાઓ છે અને એકેયના ઓથેન્ટિક જવાબો આપણી પાસે નથી. આપણી પાસે છે તો માત્ર સુપરસ્ટાર રાજેશ ખન્નાની તેજપુંજ જેવી સફળતા અને એ પછીની તેની લાઈફનો સ્કેચ ચિતરી આપતી ઘટનાઓ અને કિસ્સાઓ. રાજેશ ખન્નાનો અહંકાર, એકાધિકાર, અભિમાન, અસુરક્ષ્ાાની લાગણી, આત્મીયજનોને બાંધી રાખતો સ્નેહ અને ગૂંગળાવી દેતો અધિકારભાવ, ધાર્યું મેળવવાનો તરફડાટ અને ગુમાવી દીધેલામાં જ જીવવાના દિવા-સ્વપ્ન…. આ અને આવું બધું જ રાજેશ ખન્નાએ ર્ક્યું અથવા રાજેશ ખન્ના સાથે બન્યું, તેમાં કદાચ સૌથી વધારે જિમ્મેદાર તો તેમનું બચપણ જ હશે. બચપણની આ ઘટનાઓના સારા-ખરાબ, ઊંડા-ધારદાર કે ઉપલક્યિા
એવા તેજલિસોટા છે કે જે ક્યાંકને ક્યાંક
કોઈક રીતે વ્યક્તિના વાણી, વર્તન અને વ્યવહારમાં
પડઘાવાના જ અને…. કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના