બોલીવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ ફિલ્મોમાં કામ નથી કરતી પણ લોકપ્રિયતાના મામલામાં તે તેના ભાઈ કે પપ્પા કોઈથી જરાય ઓછી ઉતરતી નથી. કૃષ્ણા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે અને તે અવારનવાર લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
બોલીવૂડના દિગ્ગજ કલાકાર જેકી શ્રોફે પોતાના જમાનામાં અનેક ફિલ્મો દ્વારા ચાહકોના દિલ પર રાજ કરી ચૂક્યા છે અને હવે તેમના બંને સંતાનો ટાઈગર શ્રોફ અને કૃષ્ણા શ્રોફ પણ પોતાની કાબેલિયત પૂરવાર કરી રહ્યા છે. એક તરફ જગ્ગુદાદાનો દીકરો ટાઇગર ફિલ્મોમાં પોતાની ક્ષમતા પૂરવાર કરી રહ્યો છે તો બીજી બાજું દીકરી કૃષ્ણા પણ તેની ફિટનેસ અને ગ્લેમરથી લોકોને દિવાના બનાવી રહી છે.
ટાઈગર શ્રોફની બહેન ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ ન હોય, પણ તે તેના ગ્લેમર અને ફિટનેસને કારણે લોકપ્રિયતાની બાબતમાં પપ્પા અને ભાઈને ટક્કર આપી રહી છે. કૃષ્ણા શ્રોફ પણ કોઈ મોટી અભિનેત્રીથી ઓછી ઉતરતી નથી. કૃષ્ણા શ્રોફે હવે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા હતા અને આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે.
કૃષ્ણા શ્રોફે તાજેતરમાં કરાવેલા ફોટોશૂટમાં તે માત્ર ગુલાબી રંગનું બ્લેઝર પહેરેલી જોવા મળે છે. આ ફોટોશૂટમાં ટાઈગરની બહેન તેના ફિટ ફિગર અને ક્લીવેજ બંનેને બખૂબી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જગ્ગુદાદાની દીકરીની આ સ્ટાઇલ ખૂબ જ અદભૂત છે.
આ નવા ફોટોશૂટના ફોટો જોઈને લોકો કૃષ્ણા શ્રોફના તારીફોના પૂલ બાંધી રહ્યા છે. આ બોલ્ડ અને બ્યુટીફૂલ ફોટોશૂટમાં કૃષ્ણાનો કિલર લુક જોવા મળી રહ્યો છે અને આ પ્રકારનું કિલર ફોટોશૂટ જોઈને તેના ફેન્સ દિવાના બની ચૂક્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સ ગ્લેમરસ, ગોર્જિયસ, કિલર, ફાયર જેવી કોમેન્ટ દ્વારા કૃષ્ણા શ્રોફની પ્રશંસા કરી રહ્યા છે. જોકે, કેટલાક યુઝર્સનું એવું પણ કહેવું છે કે કૃષ્ણા શ્રોફ ફોટોશૂટ દરમિયાન પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે, પણ તેમ છતાં કૃષ્ણા શ્રોફના આ ફોટો પર ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે, તમે પણ ના જોયા હોય તો જોઈ લો અહીંયા બોલ્ડ અને બ્યુટીફૂલ ફોટોશૂટના ફોટો…