નિવૃત્ત SC ન્યાયાધીશ યાદ કરે છે CJI ચંદ્રચુડે તેમને ‘ટાઈગર શાહ’ કેમ કહ્યા હતા
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શાહ તાજેતરમાં જ રિટાયર્ડ થયા છે. તેમના માનમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવેલા વિદાય સમારોહ દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે તેઓ જસ્ટિસ શાહને “ટાઈગર શાહ” કહેતા હતા.
ભૂતપૂર્વ જસ્ટિસ એમ.આર. શાહ હાલમાં 15 મેના રોજ નિવૃત્ત થયા છે. તે પહેલાં તેમણે સર્વોચ્ચ અદાલતના ચોથા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેમણે શેર કર્યું હતું કે તેઓ કેવી રીતે “ટાઇગર શાહ” તરીકે ઓળખાવા લાગ્યા હતા.
પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ સાથે વાત કરતા, જસ્ટિસ શાહ (નિવૃત્ત) એ જણાવ્યું હતું કે “ટાઈગર શાહ” નામ તેમને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI), ડીવાય ચંદ્રચુડ દ્વારા આપવામાં આવ્યું હતું. જસ્ટિસ શાહ અને ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ થોડા વર્ષો પહેલા રશિયામાં એક કોન્ફરન્સમાં હાજરી આપવા ગયા હતા.
અમે એક કોન્ફરન્સ માટે રશિયા ગયા હતા, જ્યાં તેમણે (CJI) કહ્યું હતું કે, ‘ કોઈ ભી કામ ટાઈગર કો દેગા, ટાઈગર કર દેગા ‘ (ટાઈગરને કોઈપણ કામ સોંપો અને તે કરી લેશે). ‘આ મારા માટે તેમનો સંપૂર્ણ પ્રેમ, સ્નેહ અને આદર છે,” એમ નિવૃત્ત જસ્ટિસ એમ.આર. શાહે એ પ્રસંગને યાદ કરતાં કહ્યું હતું.
ભૂતપૂર્વ ન્યાયાધીશને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ બેન્ચમાં કોની સાથે સૌથી વધુ આનંદ માણે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને દરેક સાથે બેસવાની મજા આવે છે કારણ કે તેમનો સ્વભાવ એવો છે.
“હું ક્યારેય કોઈની સાથે સંઘર્ષ કે ઘર્ષણમાં ઉતરતો નથી. હું દરેકને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરતો હતો,” એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે હું ગુજરાતમાંથી આવું છું, જ્યાંની સંસ્કૃતિ અલગ છે-સહકારી, ડાઉન ટુ અર્થ. જ્યારે હું જોડાયો ત્યારે કોઈએ મને કહ્યું હતું કે, ‘ મુકેશ ભાઈ, જહા ભી રહો ડાઉન ટુ અર્થ રેહના ‘ (મુકેશ ભાઈ, તમે જ્યાં પહોંચો ત્યાં ડાઉન ટુ અર્થ રહેજો). મેં હંમેશા ડાઉન ટુ અર્થ રહેવાનો જ પ્રયત્ન કર્યો છે, ” એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.