Homeટોપ ન્યૂઝIndia Vs SL: કોહલીએ સદી ફટકારીને રચ્યો નવો ઈતિહાસ

India Vs SL: કોહલીએ સદી ફટકારીને રચ્યો નવો ઈતિહાસ

ભારતે શ્રીલંકાને જીતવા માટે આપ્યો 374 રનનો ટાર્ગેટ

ગુવાહાટીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે ચાલુ થયેલી વનડે સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અહીંની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી, જેમાં સાત વિકેટે ભારતે 373 રન કર્યા હતા.
અલબત્ત, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ફૂલ ફોર્મમાં આવીને 45મી સદી કરી હતી, જેમાં કોહલીએ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 73મી સદી કરનારા બેટસમેન બની ગયો છે, જ્યારે સચિનનો રેકોર્ડ તોડ્યો છે. અલબત્ત, કોહલીએ ભારતની ધરતી પર 20 વનડે સદી કરી છે, જેમાં તેંડુલકરે 164 વનડેમાં 20 સદી કરી હતી. કોહલીએ 102 વનડેમાં 20 સદી કરીને સચિનનો રેકોર્ડ તોડ્યો છે. અલબત્ત, ભારતની ધરતી પર સૌથી ઝડપથી 20 સદી કરવાના કિસ્સામાં સચિનને પણ કોહલીએ પાછળ રાખ્યો છે.


આક્રમક બેટિંગ કરનારા વિરાટ કોહલીએ એક મહિનામાં બીજી વખત સદી ફટકારી છે, જેથી વનડેમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી કરનારા ખેલાડીમાં કોહલીને સ્થાન મળ્યું છે. વન-ડે કિક્રેટમાં સૌથી વધી સદી ફટકારનાર ક્લબમાં સચિન તેંડુલકર 463 મેચમાં 49 સદી, વિરાટ કોહલી 266 મેચમાં 45 સદી, રિકી પોન્ટિંગ 375 મેચમાં 30 સદી, રોહિત શર્મા 236 મેચમાં 29 સદી અને સનથ જયસૂર્યાએ 445 મેચમાં 28 સદી કરી છે. આ ઉપરાંત, વનડે મેચમાં ભારતવતીથી સૌથી વધારે સદી કરનારા બેટસમેનમાં સચિન (463 મેચમાં 49 સદી), વિરાટ 266 મેચમાં 45 સદી અને રોહિત શર્મા 236 મેચમાં 29 સદી કરી છે.
મેચ જીતવા માટે ભારતે શ્રીલંકાને 374 રનનો પડકારજનક સ્કોર આપ્યો હતો, જેમાં રોહિત શર્મા 83, શુભમન ગીલના 70 અને વિરાટ કોહલીના 113 રન કર્યાં હતા. જોકે, અંતિમ ઓવર્સમાં વિરાટ કોહલીએ ઝડપથી વધુ રન લેવાના ચક્કરમાં આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 12 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. 49મી ઓવરમાં રજિથાએ કોહલીની વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -