Homeદેશ વિદેશવાત એવી ટ્રેનોની કે જેની સાથે જોડાય છે 1-2 નહીં 6-6 એન્જિન...

વાત એવી ટ્રેનોની કે જેની સાથે જોડાય છે 1-2 નહીં 6-6 એન્જિન…

ટ્રેન એ આપણા બધાના જીવનમાં ખૂબ જ સહજતાથી વણાઈ ચૂકી છે અનેઅને એમાં પણ જો તમે મુંબઇમાં રહેતા હોવ તો મુંબઈ લોકલ તો તમારી લાઈફ લાઈન સમાન હશે. આપણે બધાએ આપણા જીવનમાં ઘણી બધી અલગ-અલગ ટ્રેનોમાં મુસાફરી કરી હશે. એક શહેરથી બીજા શહેરમાં અને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે ટ્રેન એ સૌથી સસ્તો અને શ્રેષ્ઠ વિકલ્પ છે. ટ્રેનમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખીને કોચની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ કોચના કારણે જ ટ્રેનની લંબાઈ વધી જતી હોય છે. પરંતુ તમે ક્યારેય એવી ટ્રેન વિશે સાંભળ્યું છે કે જેને ખેંચવા માટે એક નહીં પણ ઘણા એન્જિનની જરૂર પડતી હોય? આ સવાલનો જવાબ કદાચ નામાં જ હશે, તો ચાલો આજે જાણીએ ભારતની આવી જ અનોખી અને સૌથી લાંબી ટ્રેનો વિશે….
હકીકતમાં આ એવી ટ્રેનો છે કે જેને ખેંચવા માટે ચારથી પાંચ એન્જિન લાગે છે હવે તમે જ વિચારો કે આ ટ્રેન કેટલી લાંબી અને હશે, જેના માટે તેને ખેંચવા માટે 4-5 એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે.
શેષનાગ ટ્રેન
ચોક્કસ જ તમે આ ટ્રેનનું નામ પણ નહીં સાંભળ્યું હોય. શેષનાગ ટ્રેન એ ટ્રેનોમાંથી એક છે જે ભારતની સૌથી લાંબી ટ્રેનની યાદીમાં સામેલ છે. આ ટ્રેનની લંબાઈ લગભગ 2.8 કિલોમીટર છે અને કહેવાય છે કે આ ટ્રેનને ખેંચવા માટે 4 એન્જિનની મદદ લેવી પડે છે, પરંતુ તમારી જાણકારી માટે કે આ એક ગૂડ્સ ટ્રેન છે.
સુપર વાસુકી
શેષનાગ ટ્રેન બાદ આગળ વધીએ અને વાત કરીએ બીજી ટ્રેન વિશે. ભારતની સૌથી લાંબી ટ્રેનનું નામ સુપર વાસુકી છે. કહેવાય છે કે આ ટ્રેન સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર શરૂ કરવામાં આવી હતી અને ટ્રેન ચલાવવા માટે 6 એન્જિનની જરૂર પડે છે. એવું કહેવાય છે કે આ ટ્રેનમાં 20- 30 કોચ નહી પણ પૂરા 295 કોચ હોય છે, આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રેન લગભગ 3.5 કિલોમીટર લાંબી છે.
વિવેક એક્સપ્રેસ
વિવેક એક્સપ્રેસ ભારતની સૌથી લાંબા અંતરની અને લાંબી ટ્રેન છે. આ ટ્રેન માટે એવું કહેવાય છે કે ડિબ્રુગઢથી ચાલતી આ ટ્રેન છેક કન્યાકુમારી સુધી જાય છે. આ ટ્રેન તિરુવનંતપુરમ, કોઈમ્બતુર, વિજયવાડા વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરમાંથી પસાર થાય છે. આ ટ્રેન લગભગ 23 કોચ સાથે ચાલે છે. આ ટ્રેન 4234 કિલોમીટરનું અંતર પણ કાપે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -