આપણામાંથી ઘણા લોકોએ ભારતીય રેલવેની અલગ અલગ ટ્રેનમાં પ્રવાસ કર્યો જ હશે, પણ જો કોઈ તમને પુછે કે શું તમને ભારતની સૌથી લાંબી અને નોન સ્ટોપ ટ્રેન વિશેની માહિતી પુછે તો તમને ખ્યાલ છે? કદાચ નહીં જ બટ ડોન્ટ વરી આજે અમે અહીં તમને આ સવાલનો જવાબ આપવા જ આવ્યા છીએ.
ભારતની સૌથી લાંબી નોન-સ્ટોપ ટ્રેન વિશે વાત કરીએ તો આ ટ્રેન જે છેલ્લા 7 કલાકથી નોન-સ્ટોપ દોડી રહી છે, તેની સ્પીડ પણ શતાબ્દી એક્સપ્રેસ કરતા વધુ છે અને લગભગ 550 કિમીના અંતરે પ્રથમ સ્ટોપ લે છે… તમે આ કદાચ આ બધું સાંભળીને કહેશો કે આ અવિશ્વસનીય છે, પરંતુ આ એક હકીકત છે.
ભારતીય રેલવે દ્વારા ઈન્ટરસિટી, એક્સપ્રેસ, રાજધાની-શતાબ્દી જેવી વિવિધ કેટેગરીની ટ્રેનો દોડાવવામાં આવે છે અને આ તમામ ટ્રેનોની દોડવાની ગતિ અને સુવિધાઓ પણ અલગ-અલગ છે. આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સ્પીડના મામલે ભારતની સૌથી ઝડપી દોડતી શતાબ્દી એક્સપ્રેસને પણ પાછળ મૂકી દે છે. એકવાર આ ટ્રેન સ્ટેશનથી નીકળે એટલે લગભગ 528 કિમી સુધી નોન-સ્ટોપ દોડે છે, તો ચાલો જાણીએ આટલી અદભૂત સ્પીડવાળી ટ્રેન આખરે છે કઈ અને તે કયાંથી ક્યાં ઉધી દોડાવવામાં આવે છે.
આ નોન-સ્ટોપ ચાલતી ટ્રેનનું નામ છે ત્રિવેન્દ્રમ- નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ. આ ટ્રેન રાજધાની દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી શરૂ થાય છે અને કેરળની રાજધાની ત્રિવેન્દ્રમ સુધી જાય છે. આ દરમિયાન, તે લગભગ અડધો ડઝન રાજ્યોમાંથી પસાર થાય છે અને લગભગ 2845 કિમીનું અંતર કાપે છે. 42 કલાકમાં તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. આ ટ્રેન રસ્તામાં ખૂબ જ ઓછા સ્ટેશનો પર ઉભી રહે છે.
રસપ્રદ વાત તો એ છે કે રાજસ્થાનના કોટાથી ગુજરાતના વડોદરાનું અંતર 528 કિમી છે. સુપર સ્પીડ નોન-સ્ટોપ પર દોડતી વખતે આ ટ્રેન જે અંતર કાપે છે. આટલું લાંબુ અંતર કાપવામાં માત્ર 6.5 કલાકનો સમય લાગે છે. આટલા લાંબા સમય સુધી કોઈપણ સ્ટોપેજ વિના દોડતી આ ભારતની સૌથી લાંબી નોન-સ્ટોપ ટ્રેન છે.
ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ ટ્રેન ઉત્તર રેલવે હેઠળ આવે છે અને તે પહેલી વખત 3 જુલાઈ 1993ના રોજ દોડાવવામાં આવી હતી. આ ટ્રેન દિલ્હીથી રવિવાર, મંગળવાર અને બુધવારના દોડાવાય છે. જ્યારે ત્રિવેન્દ્રમથી તે મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે ચાલે છે. આ સમય દરમિયાન તે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત અન્ય રાજ્યોને પણ આવરી લે છે .
આ ટ્રેનમાં કુલ 21 કોચ છે-
આ ટ્રેનમાં 2 એસી ફર્સ્ટ ક્લાસ, 5 એસી 2 ટાયર, 11 એસી 3 ટાયર, 1 પેન્ટ્રી કાર અને 2 લગેજ કમ જનરેટર કોચ છે. આમ આખી ટ્રેનમાં કુલ 21 કોચ છે. જ્યારે 1995 સુધી આ ટ્રેનમાં માત્ર 11 કોચ જ હતા. ચેન્નાઈ રાજધાની એક્સપ્રેસ, સિકંદરાબાદ રાજધાની, મડગાંવ રાજધાની અને બેંગલોર રાજધાની એક્સપ્રેસ પણ જે રૂટ પરથી પસાર થાય છે એ રૂટ પરથી જ આ ટ્રેન પણ પસાર થાય છે… આ અનોખી અને સૌથી લાંબા અંતર સુધી નોનસ્ટોપ દોડતી ટ્રેન વિશે જાણીને તમને પણ આ ટ્રેનમાં મુસાફરી કરવાનું મન ચોક્કસ જ થયું હશે, નહીં??