મુંબઈઃ બોલ્ડનેસની તમામ હદ પાર કરવી એટલે બોલીવૂડની અભિનેત્રીઓ હોય કે પછી મોડલ. એટલું જ નહીં, હવે તો સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ બનેલી મોડલ પણ અભિનેત્રીઓથી કમ નથી. વાત કરીએ આશ્રમ થ્રીની વેબ સીરિઝમાં જાણીતી બનેલી સોનિયા એટલે ઈશા ગુપ્તાની. ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર ફૂલ બ્લેક કલરના કોટ, પેન્ટ, ચશ્મા અને પર્સ સાથે બ્લેક કિલર લૂકથી સૌને ઘાયલ કર્યા હતા.
બુધવારે શેર કરેલા ફોટોગ્રાફમાં ઈશા ગુપ્તા બ્લેક વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે. આ અગાઉ પણ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી ચૂકી છે ત્યારે આજના ફોટોગ્રાફે તમામ હદ પાર કરી નાખી છે. ગણતરીના કલાકોમાં ફોટોગ્રાફ વાઈરલ થયા છે. બ્લેક અને વ્હાઈટ જાળીવાળા ડ્રેસમાં સજ્જ ઈશા ગુપ્તાએ બ્લેક કોટ પહેરેલ છે અને લૂક પણ એકમદ બોલ્ડ આપ્યો છે.
બીજા એક ફોટામાં બ્લેક ચશ્મામાં ઈશા ગુપ્તા બોલ્ડ બોડીને ફ્લોન્ટ કરે છે, જેમાં તે જોરદાર હોટ લાગે છે.
ઈશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે, જે પોસ્ટ કરે એની ગણતરીના કલાકોમાં લોકો તેના પર પ્રતિક્રિયા આપવાનું ચૂક્તા નથી. આજે પણ હજારો લોકોએ તેના પર પ્રેમ વરસાવવાનું ચૂક્યા નથી. છેલ્લે પોસ્ટ કરેલા અન્ય એક ફોટોગ્રાફમાં બ્લેક પર્સ, બ્લેક શૂઝ અને બ્લેક કોટમાં કિલર પોઝ આપીને વાસ્તવમાં લોકોનું દિલ જીતી લીધું હતું.