પણ મુંબઈ ઇન્ડિયન્સે આપી આ જવાબદારી
ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ વિજેતા બન્યા પછી વધુ એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના જાણીતા ઓલરાઉન્ડર કિરન પોલાર્ડે આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, આઈપીએલમાંથી ક્ષેત્ર સન્યાસ જાહેર કરવામાં આવ્યા પછી થોડા કલાકોમાં કમબેક કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સમાં પોલાર્ડને ‘બેટિંગ કોચ’ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા હતા.
૨૦૧૦થી મુંબઈ ઈન્ડિયન્સની સાથે કિરન પોલાર્ડ જોડાયેલ હતો. ૧૩ સીઝન મુંબઈ ઈન્ડિયન્સ વતીથી રમ્યા પછી પોલાર્ડે સન્યાસની જાહેરાત કરી હતી, પરંતુ હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે તેને ‘બેટિંગ કોચ બનાવાયો એવી ફ્રેન્ચાઈઝી કંપનીએ ટ્વિટર પર સત્તાવાર જાહેરાત કરી છે. પોલાર્ડ હંમેશાં તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે લગભગ એક દસકાથી વધુ સમયગાળા માટે રમ્યો છે, જ્યારે એક શ્રેષ્ઠ ફિનિશર તરીકે પણ જાણીતો છે. સ્ફોટક બેટિંગને કારણે તેને વેસ્ટ ઈન્ડિઝની સાથે મુંબઈ ઈન્ડિયન્સને અનેક મેચમાં વિજય પણ અપાવ્યો હતો, જ્યારે બોલિંગ કરીને પણ નોંધપાત્ર ભૂમિકા નિભાવી છે. કહેવાય છે કે છેલ્લા કેટલાક મહિનાથી પોલાર્ડનું નબળું પફોર્મન્સ જોવા મળ્યું હતું, તેથી આઈપીએલ ૨૦૨૨માં કેપ્ટન રોહિત શર્માએ તેને પ્લેઈંગ ઈલેવિનમાંથી બકાત રાખ્યો હતો. પોલાર્ડે આઈપીએલમાં ૧૮૯ મેચમાં ૩,૪૧૨ રન બનાવ્યા છે, જેમાં ૧૬ હાફ સેન્ચ્યુરી મારી હતી. બોલિંગ કરીને પણ તેને ૬૯ જેટલી વિકેટ લીધી હતી.