નેશનલ ક્રશ રશ્મિકા મંદાના તેના એક સ્ટેટમેન્ટને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે અને હવે આ વિવાદમાં કિચ્ચા સુદીપનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે ટ્રોલર્સને સમર્થન આપતા કહ્યું હતું કે એક સફળ કલાકારના જીવનમાં ફૂલની સાથે સાથે કાંટા પણ આવે જ છે. તાજેતરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેણે હજી સુધી ફિલ્મ ‘કંતારા’ જોઈ નથી કારણ કે તેને તેના માટે સમય મળ્યો નથી. બસ આ સ્ટેટમેન્ટ બાગ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ટ્રોલ થવા લાગી. એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે રશ્મિકાને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા બેન કરવામાં આવી છે. જોકે રશ્મિકાએ આ વાતને રદીયો આપ્યો છે. રશ્મિકાના વિવાદમાં ઝંપલાવતા કિચ્ચા સુદીપે કહ્યું હતું કે ‘જે છે એ છે. તમે શબ્દો સાથે કેવી રીતે રમત કરી શકો? જો તમે 15-20 વર્ષ પહેલા જુઓ તો ન્યુઝ ચેનલો આપણો ઈન્ટરવ્યુ લેતી હતી અને તે સમયે બધું નવું હતું, પરંતુ ડો. રાજકુમાર સરના સમયે દૂરદર્શન અને અખબારો સિવાય બીજું કંઈ નહોતું, તો તમે કેવી રીતે દલીલ કરી શકો કે મીડિયા કે આજે અસ્તિત્વમાં છે તે વધુ સારું છે. મીડિયા રિપોર્ટ્સને કારણે બધું ખોટું થઈ રહ્યું છે તે કહેવું ખોટું છે. આપણે હંમેશા આગળ વધવું જોઈએ અને એકવાર તમે સાર્વજનિક વ્યક્તિ બની જાવ, તો તમારું સ્વાગત ફૂલો અને હાર અને ઈંડા, ટામેટાં અને પથ્થરોથી કરવામાં આવે છે.