2023ની શરુઆતમાં જ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ લગ્ન કરીને બી-ટાઉનમાં લગ્ન કરવા ઉત્સુક સેલેબ્સ માટે ખાતું ખોલી દીધું છે. રાહુલ અને આથિયા બાદ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ છઠ્ઠી ફેબ્રુઆરીના લગ્ન બંધનમાં બંધાઈ જશે. બંને જણ ખૂબ જ લાંબાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
જોકે, બંનેમાંથી કોઈએ હજી સુધી લગ્ન બાબતે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. છતાં બંનેના લગ્નના સમાચાર અફવા તો નથી જ એવી અંદર કી ખબર બોલીવૂડમાંથી બહાર આવી રહી છે. તમારી જાણ માટે કે સિડ અને કિયારા રાજસ્થાનના જેલસમેરમાં આવેલા સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે અને મહેમાનો માટે તમામ રૂમ બુક કરાવવામાં આવ્યા છે.
મળેલી માહિતી અનુસાર, તે જાણીતું છે કે ચોથી ફેબ્રુઆરીથી આ શેરશાહ સ્ટાર કપલનો લગ્ન સમારંભની શરુઆત થઈ જશે. પાંચમી ફેબ્રુઆરીએ કિયારા અને સિડનું સંગીત હશે અને છઠ્ઠી ફેબ્રુઆરીએ લગ્ન અને સાતમી ફેબ્રુઆરીના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેમાનોના સ્વાગત અને મનોરંજન માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પપેટ અને મંગનીયાર પર્ફોર્મન્સ પણ યોજવામાં આવશે. લગ્નમાં પીરસવામાં આવનારી વાનગીઓ વિશે વાત કરવાની થાય તો રાજસ્થાની લજ્જતદાર વાનગીઓની સાથે સાથે સાઉથ ઈન્ડિયન અને કોન્ટિનેન્ટલ ડિશની ભરમાન હશે આ રોયલ વેડિંગમાં.
લગ્ન સમારંભમાં આવનારા મહેમાનો માટે કેમલ રાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ તો સિડ તેના પરિવાર સાથે દિલ્હીમાં છે અને કિયારા મુંબઈમાં પોતાની લગ્ન પહેલાની તૈયારીઓમાં વ્યસ્ત છે.
View this post on Instagram