નવા નવા પરણેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી દર થોડાક સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતાં જ હોય છે. પણ આ વખતે માત્ર મિસિઝ મલ્હોત્રા ચર્ચામાં આવ્યા છે અને આવું થવાનું કારણ છે તેમણે કરાવેલું લેટેસ્ટ ફોટોશૂટ.
કિયારાએ હાલમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેયર કરી છે અને આ પોસ્ટની સાથે જ ઈન્ટરનેટનો પારો એકદમ ગરમાઈ ગયો છે. લગ્ન પછી એક્ટ્રેસ બીચ ગર્લ બની ગઈ છે અને તેણે દરિયા કિનારે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેયર કરી છે. આમાં તે વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. કિયારાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે લાઈટ મેકઅપમાં દેખાય છે.
એક્ટ્રેસે ફોટોશૂટ માટે ઉનાળામાં આ ખાસ લોકેશનને પસંદ કર્યું હતું. વ્હાઈટ ટોપ સાથે સિલ્ક એન્કલ લેન્થ સ્કર્ટમાં એક્ટ્રેસ કમાલની દેખાઈ રહી છે અને ફોટો પોસ્ટ કરીને કિયારાએ કેપ્શનમાં લખ્યું છે કે ‘બીચ પ્લીઝ.’ ફેન્સને તેના આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ફોટોને 20 લાખથી વધુ લાઈક મળી છે.
આ ફોટો પર કમેન્ટ કરીને એક ફેને કિયારાને કહ્યું હતું કે સિદ્ધાર્થ લકી છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે શું તું હનીમૂન પર ગઈ છો? જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે પહેલાં તો મને લાગ્યું કે તું દીપિકા પાદુકોણ છો.
અત્રે ઉલ્લેખનીય છે કે કિયારા અડવાણીએ 2023ની શરૂઆતમાં જ બોલિવૂડ એક્ટર અને શેરશાહના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા હવે રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી હંમેશા પોતાના ફોટોશૂટથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. એક્ટ્રેસ ફિલ્મોમાં આવતા પહેલા પણ કેમેરા ફ્રેન્ડલી રહી છે. એક્ટ્રેસના બાળપણના ઘણા ક્યૂટ વીડિયો છે જેમાં તેણે પોતાનું મોડલિંગ ટેલેન્ટ બતાવી ચૂકી છે અને જાહેરાતોમાં પણ કામ કરી ચૂકી છે.