મુંબઈઃ પશ્ચિમ રેલવેના સૌથી મહત્ત્વના ખાર રેલવે સ્ટેશને પ્રવાસીઓની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે નોંધપાત્ર માળખાગત સુધારા કરવામાં આવ્યા છે અને આ સ્ટેશનની કાપાયલટ 80 કરોડના ખર્ચે કરવામાં આવશે, જ્યારે તેની મહત્ત્વની કામગીરી માર્ચ 2024માં પૂર્ણ કરવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ખાર રેલવે સ્ટેશન મુસાફરોની ઝડપથી વધતી સંખ્યાને પહોંચી વળવા માટે નોંધપાત્ર માળખાગત સુધારણા કરવામાં આવી રહ્યા છે. માર્ચ 2024માં પૂર્ણ કરવાની સમયમર્યાદા સાથે, પ્રોજેક્ટ એક મુખ્ય સીમાચિહ્ન પર પહોંચી ગયો છે, લગભગ પચાસ ટકા જેટલું કામ પાર પાડવામાં આવ્યું છે. વાત કરીએ ખાર રેલવે સ્ટેશનની તો મુંબઈ ડિવિઝનનું મહત્ત્વનું સ્ટેશન છે. ખાર રેલવે સ્ટેશનથી રોજના લગભગ 1.6 લાખ પ્રવાસી અવરજવર કરે છે, જ્યારે સ્ટેશનની કાયાપલટનું કામકાજ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ખાર સ્ટેશનમાં 22.5 મીટરની પહોળી ડેક જગ્યા ઉપલબ્ધ કરવામાં આવશે, જે સ્ટેશનના પરિસરમાં અવરજવર કરવા માટે પર્યાપ્ત જગ્યા પ્રદાન કરશે. નવી બુકિંગ ઓફિસ અને તમામ ફૂટ ઓવરબ્રિજ (એફઓબી) અને ટોઇલેટ બ્લોક્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત, ઍક્સેસ માટે 10 મીટરના મિડ-ડેકનું નિર્માણ કરવામાં આવશે. ટિકિટિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે વધારાની બુકિંગ અધિકારીએ ઉમેર્યું હતું કે સ્ટેશન ટૂંક સમયમાં ચાર એસ્કેલેટર અને ચાર એલિવેટર્સથી સજ્જ થશે. વધુમાં, હાર્બર લાઇન માટે એક વધારાનું હોમ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં મિડલ પુલને બદલવાનો પણ સમાવેશ થાય છે. હાલના 4.5 મીટર પહોળા પુલને 6 મીટર પહોળા પુલથી બદલવામાં આવશે. પશ્ચિમ રેલવેએ અગાઉથી ખારને બાંદ્રા ટર્મિનસ સાથે 314mt લાંબા અને 4.4 મીટર પહોળા FOB સાથે જોડીને તેની કનેક્ટિવિટીમાં સુધારો કર્યો છે. એ કામગીરી સાડાચાર કરોડમાં પાર પાડવામાં આવી છે, તેનાથી પ્રવાસીઓને અવરજવર કરવામાં રાહત થઈ છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો. હાલના તબક્કે મિડ એલિવેટેડ ડેક પર એકંદરે પચાસ કામ પૂર્ણ થયું છે, અને નવા પ્લેટફોર્મ, સીડી, બુકિંગ ઑફિસ, એસ્કેલેટર અને લિફ્ટ્સના નિર્માણમાં પ્રગતિ થઈ રહી છે, સ્ટેશનનું અપગ્રેડ તેની માર્ચ 2024ની ડેડલાઈનને પાર પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 80 કરોડ છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.