પંજાબઃ ખલિસ્તાની અમૃતપાલ સિંહના નજીકના સમર્થક લવપ્રિત તુફાનની પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસે ખોટી રીતે સતામણી કરવા માટે આ ધરપકડ કરી છે એવો આક્ષેપ કરીને તેને તાત્કાલિક છોડી મૂકવામાં આવે એવી માગણી કરાઈ રહી હતી. આ માગણીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરંતુ શુક્રવારે પોલીસે લવપ્રિત તુફાનને છોડવાનો નિર્ણય લીધો હતો.
પંજાબમાં ખલિસ્તાનની માંગે ફરી એક વખત જોર પકડ્યું છે અને આની પાછળનું કારણ છે વારિસ પંજાબ દેના અધ્યક્ષ અમૃતપાલ સિંહ. અમૃતપાલ સિંહે શુક્રવારે પોતાના એક નિવેદનમાં ખલિસ્તાનને સમર્થન આપ્યું હતું. આજે અમૃતપાલે પોતાના એક બીજા નિવેદનમાં એવું કહ્યું છે કે ખલિસ્તાન માટે અમારો હેતુ મલ્લિન કે ખબાર નથી. આ માગણીને બૌદ્ધિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે અને એ એ પણ જોવું જોઈએ તેના ભૂ-રાજનૈતિક શું લાભ હોઈ શકે અને આને કારણે સીખ લોકોને શું ફાયદા થઈ શકે.
ભાજપા અને પાકિસ્તાનને સમર્થન આપવા બાબતે પણ અમૃતપાલ સિંહે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેટલાક લોકોનું એવું કહેવું છે કે ભાજપ તરફથી મને સમર્થન મળી રહ્યું છે તો વળી કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે પડોશી દેશ પાકિસ્તાનથી પણ મને સમર્થન મળી રહ્યું છે. પણ તમારી જાણ માટે કે મને માત્ર મારા ગુરુ પાસેથી સમર્થન મળી રહ્યું છે. હું કોઈ પણ પ્રકારના રાજકારણમાં સંડોવાયેલો નથી.
આગળ તેમણે પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે ખલિસ્તાન રહેશે અને તેને કોઈ પણ દબાવી નહીં શકે. રાષ્ટ્રવાદને પવિત્ર નહીં માનતા સ્પષ્ટતા કરી હતી કે લોકતંત્રનો વિચાર અલગ થવો જોઈએ. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે એના એક દિવસ પહેલાં જ અમૃતપાલ સિંહના હથિયારબંધ સમર્થકો દ્વારા બેરીકેડ્સને તોડીને અજનાલા પોલીસ સ્ટેશનના પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરીને તોડફોડ કરીને ધમાલ કરી હતી.
જે લવપ્રિત તુફાનને પોલીસ છોડી મૂકે એવી માગણી માટે આ હિંસક વલણ અમૃતપાલ સિંહના સમર્થકો દ્વારા અખત્યાર કરવામાં આવ્યું છે એ લવપ્રિત તુફાનને શુક્રવારે આખરે પોલીસે છોડી મૂક્યો હતો અને આ વાતનો અણસાર ગઈ કાલે જ મળી ગયો હતો, તેમ છતાં શુક્રવારે સવારે જ અજનાલા પોલીસ સ્ટેશન પર લાઠી, તલવારો લઈને હલ્લાબોલ કર્યું હતું.