સાઉથ ઈન્ડિયન ફિલ્મ KGFના ચાહકોની સંખ્યાનો કોઈ તોટો નથી. ફિલ્મના પહેલાં અને બીજા ભાગે દર્શકોના દિલો-દિમાગ પર એવો જાદુ ચલાવ્યો છે કે લોકો આતુરતાપૂર્વક ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે યશના ફેન્સ માટે ગુડ ન્યુઝ આવી રહ્યા છે અને આ ગુડન્યુઝ એ છે કે KGFના ત્રીજા ભાગનું શૂટિંગ 2025માં શરુ થશે.
એટલું જ નહીં સોને પે સુહાગા જેવા ન્યુઝ તો એ છે કે આ ફિલ્મના એક-બે નહીં પણ પૂરા પાંચ-પાંચ ભાગ બનાવવામાં આવશે. ફિલ્મ સાથે સંકળાયેલા નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મને એક બ્રાન્ડની જેમ સિરીઝમાં બનાવવમાં આવશે. આ વખતે યશ જ નહીં પણ અન્ય ઘણ બધા કલાકારોને આ ફિલ્મમાં ચાન્સ આપવામાં આવશે.
નિર્માતા ફિલ્મને પાંચ ભાગમાં બનાવશે. જોકે, હજી સુધી ફિલ્મના ત્રીજા ભાગ વિશે ખાસ કોઈ માહિતી આપવામાં આવી નથી અને એ જ રીતે આ ફિલ્મમાં યશ હશે કે નહીં એ બાબતે પણ કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. યશ ટૂંક સમયમાં જ તેની બીજી ફિલ્મોનું શૂટિંગ શરુ કરવાનો છે અને તે ટૂંક સમયમાં જ સલાર નામની ફિલ્મમાં જોવા મળશે. આ જ ફિલ્મથી પ્રભાસ પણ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.
સલારનું શૂટિંગ પુરું થયા બાદ જ KGF-3નું શૂટિંગ શરુ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ 2025માં શરું કરવામાં આવવવાનું હોઈ 2026માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.