મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાથી 135 જણાના મોતની ઘટના ભલે બીજા માટે થોડી જૂની થઈ ગઈ હોય પરંતુ સૌરાષ્ટ્ર આ ઘટનાથી હજી એટલું જ સ્તબ્ધ અને સુનમુન છે. મોરબીમાં બનેલી આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેશોદના મુસ્લિમ સમાજે જુલુસ કાઢવાને બદલે તેમની માટે દુઆ અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખ્યો છે.
કેશોદ સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ ઈસાભાઈ ઠેબા,,તથા સમાજના આગેવાનો મુસાભાઈ મહીડા,, અલીભાઈ સાંધ,, હનીફભાઈ સોઢા,, કારાભાઈ હાલેપૌત્રા,, નવાઝભાઈ ચૌહાણ,,સેબાજભાઈ મહીડા,, સોહિલભાઈ મહીડા,, અબાભાઈ ટાયર વાળા,, કાસમભાઈ શેખ,,હાસમભાઈ જુણેજા,, સતારભાઈ કારવાં,, હનીફભાઈ મહીડા ન. પા. સદસ્ય ,, અમીનભાઈ મહીડા ન. પા. સદસ્ય,, હાજી ઈસ્માલભાઈ અમરેલીયા,,
તમામ આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે મોરબીમાં બનેલ ગોઝારી દુર્ઘટના ને લઇને દર વર્ષે કેશોદ સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા કેશોદ ની મુખ્ય બજારમાં હઝરત પીરાને પીર રોશન ઝમીર ગોષે આઝમ દસ્તગીર રદીઅલ્લાહો તાઆલા અન્હોની શાનમાં કેશોદ ની મુખ્ય બજારોમાં ઝુલુસ નિકળે છે અને આમ ન્યાઝ (પ્રસાદી) નો પ્રોગ્રામ રાખવામાં આવે છે, પણ આ વષૅ મોરબીમાં બનેલ ગોઝારી દુર્ઘટન ને લઇને બંધ રાખેલ છે. મોરબી ના ઝુલતા પુલની દુઃખદ ઘટનામાં સવૅ સમાજના લોકોનાં નિધન થયાં છે તે મરહુૅમોને દુઆ ખૈર અને હિન્દુ સમાજનાં લોકો ના નિધન થયાં છે તેમનાં મોક્ષ માટે બે મીનિટ મૌન પાળી તેમને શ્રઘ્ધાંજલિ અપૅણ કરવામાં આવશે.