Homeસ્પેશિયલ ફિચર્સરાતે ઊંઘતી વખતે બેડ પાસે રાખો આ નાનકડી વસ્તુ અને જુઓ કમાલ...

રાતે ઊંઘતી વખતે બેડ પાસે રાખો આ નાનકડી વસ્તુ અને જુઓ કમાલ…

નાનકડાં પીળા ચટ્ટાક અને સ્વાદમાં ખાટા લાગતા લીંબુ આરોગ્ય માટે સૌંદર્ય માટે કેટલું મહત્ત્વનું છે એ વાતથી તો આપણે બધા જ પરિચિત છીએ, પણ આજે અમે તમને આ લીંબુના કેટલાક એવા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો-
લીંબુનો નાનકડો ટૂકડો રાતે ઊંઘતી વખતે બેડ પાસે રાખવાને કારણે શરીર અને મગજને અગણિત ફાયદા થાય છે. આ માટે તમારે કરવાનું માત્ર એટલું જ છે કે લીંબુનો એક ટૂકડો લો એના પર મીઠુ ભભરાવો. હવે આ લીંબુંનો ટુકડો તમારા બેડ પાસે મૂકી રાખો. સાંભળવામાં ભલે આ વિચિત્ર લાગતું હોય પણ આવું કરવાને કારણે અનેક ફાયદા થાય છે. આવું અમે નહીં પણ નિષ્ણાતો કહી રહ્યાછે. ઘણા લોકોને લીંબુની સુગંધ ગમતી હોય છે. આની સુગંધ માત્ર રિફ્રેશિંગ જ નહીં પણ એન્ટી બેક્ટેરિયલ પણ છે. શરદીને કારણે જો તમારું નાક બંધ થઈ ગયું હશે તો આ ઉપાય કરવાને કારણે તમારું નાક ખૂલી જશે.
આ સિવાય લીંબુના બીજા ફાયદાની વાત કરીએ તો લીંબુની સુગંધને ડ્રી-સ્ટ્રેસિંગ પણ માનવામાં આવે છે. તેની સુગંધને કારણે મગજ પરનો તાણ હળવો થાય છે અને આખા દિવસનો થાક એક ઝટકામાં દૂર થઈ જાય છે. તમારી ઈન્દ્રીયો રિલેક્સ ફિલ કરે છે.
લીંબુની સુગંધ ભલે આપણને પસંદ હોય પણ માખી અને મચ્છરને તેની સુગંધ બિલકુલ નથી ગમતી હોતી એટલે જો તમારે માખી અને મચ્છરોનો ઉપદ્રવ હોય તો તમારે ખાસ રાતે સૂતાં પહેલાં તમારા બેડની બાજુમાં આ લીંબુના ટૂકડા પર બે-ત્રણ લવિંગ મૂકી રાખવા જોઈએ.
એક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું હતું કે લીંબુની સુગંધ શરીરમાં સેરોટોનિન હોર્મોન રિલીઝ કરે છે અને આ સેરોટોનિન હોર્મોન જ સારી ઊંઘ માટે જવાબદાર છે. એટલે જો રાતે ઊંઘ ના આવવાની સમસ્યા હોય તો પણ તમે આ લીંબુનો ઉપયોગ કરી શકો છો.
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ લીંબું અને તેની સુગંધ હવાની ગુણવત્તા સુધારવાનું કામ પણ કરે છે એટલે તો ઘરની હવાને શુદ્ધ કરવી હોય અને તેમાં તાજગી જોઈતી હોય તો તો ખાસ લીંબુના ટુકડાનો ઉપયોગ કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -