મધ્ય પ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સાંઈબાબાના મંદિરમાં ભગવાન સામે નતમસ્તક થયેલા ભક્તને અચાનક હાર્ટ એટેક આવતાં તેનું મોત થયું હતું. સોશિયલ મીડિયા પર આ ખબર વહેતી થઈ છે. મળતી માહિતી અનુસાર સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના ગુરુવારે બની હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજેશ મોહાની નામનો શખસ મંદિરમાં સાઈબાબાની પરિક્રમા કરી રહ્યો હતો અને બાબાના દરબારમાં માથું ટેકાવ્યા બાદ તે થોડા સમય સુધી ઉભો ન થયો તો બધાને લાગ્યું કે તે પૂજામાં લીન છે, પરંતુ બાદમાં મંદિરના પુજારીએ તેને ઉઠાડવાની કોશિશ કરી અને એ ઉઠ્યો નહીં તો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
एक और लाइव मौत का वीडियो आया
वीडियो कटनी का है, साई बाबा के मंदिर में सिर झुकाया वहीं हार्टअटैक से मौतpic.twitter.com/arBQOHIx36
— Nigar Parveen (@NigarNawab) December 3, 2022