બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે . અક્ષય કુમારે હેરા ફેરી 3ને રિજેક્ટ કરી ત્યારથી હેરાફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન આવશે તેવી અફવાઓ ચાલી રહી છે. જોકે, ફિલ્મની ટીમ હજુ પણ અક્ષય કુમાર સાથે ચર્ચામાં છે. કારણ કે અક્ષય કુમારે પોતે કહ્યું હતું કે તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ નથી આવી. હવે કાર્તિક આર્યનની શહજાદા દર્શકો સામે આવી રહી છે.
હાલમાં જ ફિલ્મ શહજાદાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરને ચાહકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કાર્તિક આર્યનને દોસ્તાના 2 વિવાદ પર કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. હવે કાર્તિક આર્યનએ દોસ્તાના 2 વિવાદ પર મોટી ટિપ્પણી કરી છે.
દોસ્તાના 2 વિવાદ વિશે વાત કરતા, કાર્તિક આર્યનએ કહ્યું, “એવું ક્યારેક બને છે… મેં હજી પણ તેના વિશે વાત કરી નથી… મારી માતાએ મને શીખવેલી કેટલીક બાબતોને હું અનુસરું છું. મારી માતાએ મને શીખવ્યું છે કે જ્યારે વડીલો અને નાના વચ્ચે ઝઘડો થાય છે. એવા સમયે નાનાઓએ વાત કરવાનું ટાળવું જોઈએ અને આ આપણી સંસ્કૃતિ પણ છે. હું એને અનુસરું છું. હું તેના વિશે ક્યારેય વાત કરતો નથી અને હજુ પણ તેના વિશે વાત કરવા માંગતો નથી…આ પછી કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે કરણ જોહરે એમ કહ્યું હતું કે, જે એક ફિલ્મ માટે 1.25 લાખ રૂપિયા લેતો હતો. તેણે મારી પાસે ફિલ્મ માટે 20 કરોડ માંગ્યા અને જ્યારે મેં તે ન આપ્યા તો તેણે ફિલ્મ છોડી દીધી…
આના પર કાર્તિક આર્યનએ કહ્યું, શું તેઓએ ખરેખર આવું કહ્યું હતું? આ બધી ગોસિપ સ્ટોરી છે. આ વાત કેટલી સાચી છે તે જોવું પણ જરૂરી છે. જોકે, લોકો ઘણીવાર આવી વાતો માને છે. કાર્તિક આર્યને વધુમાં કહ્યું હતું કે, ‘એવું ક્યારેય બન્યું નથી કે મેં પૈસા માટે કોઈ ફિલ્મ છોડી દીધી હોય.’
સ્પષ્ટપણે કાર્તિક આર્યન કરણ જોહર પર ટિપ્પણી કરવાનું ટાળતો જોવા મળ્યો હતો.