બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓઘળ બનાની છે. કાર્તિક પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચાનું કેન્દ્ર રહેતો હોય છે. હાલમાં કાર્તિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકો તેને જોઈને દીવાના થઈ રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયો અમદાવાદનો છે. હાલમાં કાર્તિક તેની આગામી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાના શૂટિગ માટે અમદાવાદ પહોંચ્યો હતો ત્યારે ત્યાં તેની એક ઝલક પામવા ચાહકોની ભીટ ઉમટી પડી હતી. કાર્તિકે તેના સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
કાર્તિક અમદાવાદમાં તેની ફિલ્મના બીજા શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યો છે અને થોડા લાંબા સમય માટે તે અહિયાં રહેવાનો છે. હાલમાં જ તેને તેની આગામી ફિલ્મ ફ્રેડીનો પહેલો લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક ડેન્ટિસ્ટના રોલમાં જોવા મળશે.