કર્ણાટક વિધાનસભાનો પ્રચાર હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે. ચૂંટણી પ્રચાર માટે ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત બેલગામના પ્રવાસ પર ગયા છે. જ્યાં તેઓ મહારાષ્ટ્ર એકીકરણ સમિતીના ઉમેદવાર મુરલીધર પાટીલની પ્રચાર સભામાં સામેલ થયા હતાં. આ પ્રચાર સભામાં રાઉતે ભાજપના લોકો ચોર અને લફંગા છે તેમ કહી ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો.
રાઉતે સભામાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીવાળા ચોર અને લફંગા છે. બેદરકાર ના રહેતા. આવા શબ્દોના માધ્યમથી રાઉતે ભાજપની ટિકા કરી હતી. રાઉતે વધુમાં કહ્યું કે, મુરલીધર પાટીલ તમે આ વિસ્તારના લોકપ્રિય સામાજીક નેતા છો. એકીકરણ સમિતીના કાર્યકર્તા છો. તમે સહકાર ક્ષેત્રમાં કામ કરો છો. તો પણ બેદરકાર ના રહેતાં. કારણ કે ભારતીય જનતા પાર્ટીવાળા ચોર અને લફંગા છે.
વધુમાં રાઉતે કહ્યું કે, ભાજપવાળા ક્યારે શું કરશે એ કહી નથી શકાતું. તેઓ મરાઠી અને મહારાષ્ટ્ર સાથે નફરત કરે છે. મરાઠી માણસ જરા પણ અવાજ ઉંચો કરે તો તેઓ તરત જ કારસ્તાન કરે છે. પછી એ મહારાષ્ટ્ર હોય કે સીમા પરનો વિસ્તાર. આવી ટિકા રાઉતે કરી હતી.
દરમીયાન તેમણે ઇવીએમ મશીન પાસે પહેરો લગાવવાની સલાહ આપતાં કહ્યું કે ઇવીએમ મશીનનો પહેરો કરજો, ભાજપનો વિજય માત્ર બટન પર જ થાય છે. સવારે તમે જે મત આપ્યો છે તે સાંજે બદલાઇ જાય તેનો કોઇ ભરોસો નથી. તેની કાળજી રાખવી પડશે. ભાજપને લોકોનું પીઠબળ નથી. તે તો ગોટાળા કરીને જીતી જાય છે. તેવા શાબ્દિક પ્રહાર સંજય રાઉતે કર્યા હતાં.