Homeકર્ણાટક વિધાનસભા ચૂંટણી સંગ્રામ-2023Karnataka election: મતદાન અંગે આ નેતા અને અભિનેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કોણે...

Karnataka election: મતદાન અંગે આ નેતા અને અભિનેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું

કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન મથક પર પહોંચી રહ્યા છે. ત્યારે દેશના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને કર્ણાટકના લોકોને મોટી સંખ્યામાં વોટ કરવાની અપીલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે કર્ણાટકની જનતાને, ખાસ કરીને યુવાઓ અને પ્રથમ વખતના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને સમૃદ્ધ બનાવવા વિનંતી છે.
કર્ણાટક ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, કર્ણાટકનો વોટ 5 ગેરંટી માટે, મહિલાઓના અધિકારો માટે, યુવાનોના રોજગાર માટે, ગરીબોના ઉત્થાન માટે. આવો, મહત્તમ સંખ્યામાં મતદાન કરો, સાથે મળીને ‘40% કમિશન’ મુક્ત અને પ્રગતિશીલ કર્ણાટકનું નિર્માણ કરીએ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, હું કર્ણાટકના અમારા ભાઈ-બહેનોને રાજ્યમાં સુશાસન, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું. તમારો એક મત રાજ્યને નવી ઉંચાઈઓ પર લઈ જતી પ્રજાલક્ષી અને પ્રગતિ તરફી સરકાર ચૂંટવામ મદદ કરશે.
પોતાનો મત આપ્યા પછી જાણીતા અભિનેતા પ્રકાશ રાજે કહ્યું, “આપણે સાંપ્રદાયિક રાજનીતિ અને ‘40% કમીશન’ વિરુદ્ધ મતદાન કરવું પડશે. પોતાના વિવેક સાથે મતદાન કરો. આપણે કર્ણાટકને સહિયારું અને સુંદર બનાવવાની જરૂર છે.”
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં બેંગલુરુનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થવું જોઈએ. કર્ણાટકમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે. મેં આ માટે મત આપ્યો છે. મેં ડબલ એન્જિનવાળી સરકારને મત આપ્યો છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્ણાટકના લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હું કર્ણાટકમાં મારી તમામ બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે તેઓ ત્યાં(પોલબૂથ પર) જઈને પરિવર્તન માટે મત આપે. એક મજબૂત, વિકાસલક્ષી અને સક્ષમ સરકાર લાવવાનો આ સમય છે જે આપના જીવનને સુધારવા માટે અથાક મહેનત કરે છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કર્ણાટક કહ્યું કે, આ લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે કારણ કે કર્ણાટકની જનતાએ એ જ સરકાર લાવવાની છે જે તેમના માટે કામ કરે છે. મને લાગે છે કે તેઓ વર્તમાન સરકારને બદલશે અને કોંગ્રેસને ફરી સત્તામાં લાવશે. હું મારા વતન ગામમાં મતદાન કરીશ.
પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું, “હું તમામ લોકોને શક્ય તેટલી વહેલી તકે મતદાન કરવા વિનંતી કરું છું. મને 100% ખાતરી છે કે તેઓ ભાજપની તરફેણમાં મતદાન કરશે. 75-80% કરતા વધુ ભાજપને સમર્થન કરશે. અમે 130-135 બેઠકો જીતીશું,”
ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ બેંગલુરુમાં પોતાનો મત આપ્યા બાદ કહ્યું, “પહેલા આપણે મત આપીએ અને પછી કહી શકીએ કે આ સારું છે,આ સારું નથી, પરંતુ જો આપણે એમ નહીં કરીએ તો આપણને ટીકા કરવાનો અધિકાર નથી.”
પ્રસિદ્ધ લેખિકા સુધા મૂર્તિએ બેંગલુરુના જયનગરમાં પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું, “મને લાગે છે કે મતદાન કરવું એ મારી ફરજ છે. મતદાન એ લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ છે, મતદારો વિનાની કોઈપણ લોકશાહી બિલકુલ લોકશાહી નથી, તેથી હું દરેકને મતદાન કરવા વિનંતી કરીશ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -