કર્ણાટક વિધાનસભા ચૂંટણીની પાર્શ્વભૂમી પર કોલ્હાપૂરમાંથી 4.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 88 લાખ રોકડા, 35 હજાર લિટર દારુ, સવા બે લાખનો ગાંજો, 3.25 કરોડનું રસાયણ, 5 લાખની 11 પિસ્તલ, દેશી કટ્ટાનો સમાવેશ છે. મહારાષ્ટ્ર પોલીસે છેલ્લાં 15 દિવસમાં લગભગ 2 હજાર 890 લોકો પર પ્રતિબંધનાત્મક કાર્યવાહી કરી હોવાની વિગતો જાણવા મળી છે. કોલ્હાપૂરના વિશેષ પોલીસ મહાનિરીક્ષક સુનીલ ફુલારીએ પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં આ માહિતી આપી હતી.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની પાર્શ્વભૂમી પર કોલ્હાપૂર, સાંગલી, સોલાપૂર જિલ્લાના સીમાડાના વિસ્તારોમાં પોલીસ દ્વારા નાકાબંદી કરવામાં આવી છે. સીમાડાના તમામ પોલીસ મથકોને એલર્ટનો આદેશ આપવામાં આવ્યો છે. સીમાડાના વિસ્તારોમાંથી પસાર થતાં હાઇવે, નેશનલ હાઇવે, જિલ્લાના રસ્તા તેમજ અન્ય માર્ગો પર નાકાબંદી કરવામાં આવી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની પાર્શ્વભૂમી પર મહારાષ્ટ્ર પોલીસે છેલ્લા 15 દિવસમાં આ મોટી કાર્યવાહી કરી છે.
કોલ્હાપૂરમાં 7 કેસ દાખલ કરી 11 પિસ્તલ, દેશી કટ્ટા અને અન્ય હથીયારો મળીને કુલ 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સીઆરપીસી 107 પ્રામણે 1 હજાર 875 લોકો પર, 108 મુજબ 7 લોકો પર, 109 પ્રામણે 18, 110 પ્રમાણે 86, 149 પ્રમાણે 728, 144 પ્રમાણે 89 એવા લગભગ 2 હજાર 890 લોકો પર પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
દરમીયાન સોલાપૂર ગ્રામીણની હદમાં 88 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. 20.30 લાક રુપિયાની 35 હજાર લિટીર દારુ પણ જપ્ત કરવામાં આવી છે. ગુટખાના 2.33 લાખ પેકેટ જપ્ત કરી એક ટેમ્પો, એક ટ્રક, કાર અને ત્રણ મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત 3.25 કરોડ રુપિયાની દારુ માટે લાગનાર કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.