કર્ણાટકના મુખ્ય પ્રધાનનો કોયડો આખરે ઉકેલાઇ ગયો છે. કોંગ્રેસ દ્વારા સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે. જ્યારે ડી.કે. શિવકુમાર નાયબ મુખ્ય પ્રધાન બનશે. નાયબ મુખ્ય પ્રધાન ઉપરાંત ડી કે શિવકુમાર લોકસભા ચૂંટણી સુધી કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ રહેશે. ચાર દિવસના વિચાર મંથન બાદ આખરે મુખ્ય પ્રધાનનો ચહેરો નક્કી કરવામાં આવ્યો છે. શપથવિધી માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ શપથ વિધી સમારોહમાં શરદ પવાર તથા ઉદ્ધવ ઠાકરેને ખાસ આમંત્રણ આપવામં આવ્યું છે. કોંગ્રેસે આ સમારંભમાં કેટલાંક નેતાઓને આમંત્રણ આપ્યું છે તો ઘણાંને આ આમંત્રણથી વંચિત રાખ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 20મી મેના રોજ બપોરે 12:30 વાગે બેંગલુરુ ખાતે શપથવિધીનો કાર્યક્રમ યોજાશે. આ માટે કોંગ્રેસ દ્વારા તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર સહિત દેશના અનેક મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, તેલંગણાના મુખ્ય પ્રધાન કેસીઆર સહિત અનેક નેતાઓના નામ આ આમંત્રણ યાદીમાં સામેલ નથી.
આ નેતાઓને મળ્યું આમંત્રણ
બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમાર
બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ
તામીળનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટેલિન
ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન
પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી
સીપીઆઇના ડી રાજા
સીતારામ યેચુરી, સીપીઆઇ માર્ક્સવાદી
બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી
રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવાર
મહારાષ્ટ્રના પૂર્વ મૂખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે
અભિનેતા અને એમએનએમ પ્રમુખ કમલ હસન
આ નેતાઓ આમંત્રણથી વંચિત
કેરળના મુખ્ય પ્રધાન પિનારાઇ વિજયન
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગમોહન રેડ્ડી
તેલંગણાના મુખ્ય પ્રધાન કેસીઆર