કંઝાવલા કાંડઃ દિલ્હીના કંઝાવલા કાંડમાં બુધવારે નવો વળાંક આવ્યો છે, જેમાં મૃતકના પરિવારજનોએ અંજલિની હત્યા થઈ હોવાનો સૌથી મોટો દાવો કર્યો છે, જ્યારે અંજિલની મિત્ર નિધિ ક્યાં ગાબય થઈ ગઈ હતી એ સવાલની સાથે તેના અંગે અનેક સવાલો કર્યા હતા.
તેના પરિવારના સભ્યોએ દાવો કર્યો છે કે અંજલિની હત્યા થઈ છે અને તેની સાથે અંજલિએ દારુ પીધો હોવાની વાતને ફગાવી નાખી હતી. દિલ્હીના કંઝાવલા કેસમાં અંજલિના પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે અંજલિની હત્યા કરવામાં આવી છે, પરંતુ તેનું બ્રેઈન મળ્યું નથી. બુધવારે અંજિલના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે અંજલિની હત્યા પાછળ ષડયંત્ર હતું અને તેને જાણીજોઈને ઘસેડીને મારી નાખવામાં આવી છે. પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેના શરીરમાં ઈજા 40 જેટલા નિશાન મળ્યા છે.
અંજલિની ફ્રેન્ડ નિધિએ અંજલિ દારુના નશામાં હોવાના આરોપ કર્યા હતા એને ફગાવતા અંજલિના પરિવારના સભ્યોએ તેના તમામ દાવાને ફગાવી નાખ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટના હિસાબે અંજલિનું બ્રેન પણ ગાયબ છે. અંજલિની હત્યા થઈ હોવાની વાત પર મક્કમ રહેતા પરિવારના એક સભ્યે કહ્યું હતું કે હત્યા બે પ્રકારે થાય છે એક ફટકાથી અને બીજી ધીમે ધીમે તડપાવીને મારવી અને અંજલિને ધીમે ધીમે તડપાવીને મારી નાખવામાં આવી છે.