નવી દિલ્હીઃ નવી દિલ્હીના કંજાવાલા કેસમાં હવે નવો ફણગો ફૂટ્યો છે અને આ ફણગો ફોડ્યો છે દિલ્હી મહિલા આયોગે. દિલ્હી મહિલા આયોગ દ્વારા ગુરુવારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં મહિલા આયોગ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેમને દિલ્હી પોલીસ પર ભરોસો નથી. આ સિવાય અંજલિના પરિવાર દ્વારા પણ સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે અંજલિના પરિવારમાં આ ઘટનાની જે રીતે તપાસ થઈ રહી છે અને પોલીસે શરુઆતથી જે લાપરવાહી દર્શાવી છે તેની સામે રોષ છે. બીજી બાજુ દિલ્હી પોલીસ દ્વારા આ મામલામાં આજે નવું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે અને તેમાં વધુ નવા બે આરોપી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. બંને આરોપીની જેમ બને તેમ જલદી ધરપકડ કરવામાં આવશે. સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છે.