બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત માત્ર અભિનય માટે જ નહીં પરંતુ વિવાદોને કારણે પણ હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. કોઈ મુદ્દે તે પોતાના વિચારો વ્યક્ત કરે છે અને આવા જ સ્વભાવને કારણે તે કોઈ વખત મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કંગના રનૌતે તેના મુંબઈના ઘરનો એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં એક બોર્ડ દેખાઈ રહ્યું છે અને આ બોર્ડ જ ચર્ચાનું કારણ બન્યું છે. આ બોર્ડ પર જે સૂચના આપવામાં આવી છે તે વાંચીને તમારી આંખો પહોળી થઈ જશે.
કંગના રનૌતે પોતાના ઘરનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં એક બોર્ડ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જેઓ પરવાનગી વગર ઘરમાં પ્રવેશ કરે છે તેમને ધમકી આપવામાં આવી છે અને બોર્ડ પર એવું લખવામાં આવ્યું છે કે ઘૂસણખોરી પ્રતિબંધિત… ઉલ્લંઘન કરનારાઓને ગોળી મારવામાં આવશે અને જો તેઓ બચી જશે, તો તેમને ફરીથી ગોળી મારવામાં આવશે…
જોકે, આ પહેલી વખત નથી કે કંગનાએ આવી ઉટપટાંગ હરકત કરી હોય. આ પહેલાં તેમણે વિકિપીડિયા પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તેનો જન્મદિવસ અને બેકગ્રાઉન્ડને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હતો. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું, ‘વિકિપીડિયા પર સંપૂર્ણપણે ડાબેરીઓનો કબજો છે, મારો જન્મદિવસ અને મારી બેકગ્રાઉન્ડ ખોટી રીતે લખવામાં આવી છે. ભલે આપણે તેને સુધારવાનો ગમે તેટલો પ્રયાસ કરીએ, તે ફરીથી ખોટી માહિતીજ આપે છે. કોઈપણ રીતે, ઘણી રેડિયો ચેનલો, ફેન ક્લબ અને શુભેચ્છકો 20મી માર્ચે જન્મદિવસની શુભેચ્છાઓ મોકલવાનું શરૂ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત પાસે ઘણી ફિલ્મો છે અને તે ‘ચંદ્રમુખી 2’માં જોવા મળશે, જેમાં તે રાઘવ લોરેન્સ સાથે જોવા મળશે. તે હિટ તમિળ ફિલ્મ ચંદ્રમુખીની સિક્વલ છે. આ સિવાય કંગના પાસે ઈમરજન્સી ફિલ્મ છે, જે તેણે પોતે જ ડિરેક્ટ કરી છે. ઈમરજન્સી સિવાય તે તેજસ ફિલ્મમાં એરફોર્સ પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત કંગના મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દીદ્દામાં પણ જોવા મળશે.