બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અવારનવાર પોતાના બેફામ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેણે પાકિસ્તાનના 26/11ના હુમલા પર જાવેદ અખ્તરના નિવેદન પર ટિપ્પણી કરી હતી, જેના માટે તે ઘણી ચર્ચામાં આવી હતી. હવે આ વખતે કંગનાએ અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
ઘણીવાર તે કરણ જોહર સાથે શાબ્દિક યુદ્ધ કરતી જોવા મળે છે. આ વખતે તેણે ફરી કરણ પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ એક ટ્વીટ દ્વારા નિર્માતાની ફિલ્મ ‘સેલ્ફી’નું પોસ્ટર શેર કર્યું હતું અને તેના ફ્લોપ હોવા પર કટાક્ષ કર્યો હતો. હકીકતમાં, ‘સેલ્ફી’ ફ્લોપ થયા બાદ અક્ષય કુમારની ફિલ્મની તુલના કંગનાની ‘ધાકડ’ સાથે કરવામાં આવી રહી છે, જે પણ સુપર ફ્લોપ સાબિત થઈ હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સ અક્ષયની ‘સેલ્ફી’ને ‘ધાકડ’નું મેલ વર્ઝન કહી રહ્યા છે. હવે અભિનેત્રીએ આ વાત પર તરાપ મારી છે.
કંગના રનૌતે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું, ‘કરણ જોહરની ફિલ્મ 10 લાખ રૂપિયા પણ નથી કમાઈ શકી, પરંતુ મીડિયાના લોકો ન તો તેના નામનો ઉપયોગ કરી રહ્યા છે અને ન તો તેના પ્રોડક્શનના નામનો. એની ફિલ્મ ફ્લોપ થવાની તુલના પણ મારી ફિલ્મ સાથે કરવામાં આવી રહી છે. પણ કહેવામાં આવી રહ્યું છે, જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. વાહ ભાઈ કરણ જોહર વાહ. હવે કંગનાનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
આજે અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ શરૂઆતના દિવસે જ કંગાળ પ્રતિસાદ મળ્યો હતો. પ્રથમ દિવસે આ ફિલ્મે માત્ર ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ રૂ.150 કરોડના બજેટમાં બની છે. ફિલ્મને કોઈ ખાસ સારો પ્રતિસાદ મળ્યો નથી અને રિલીઝના પહેલા જ દિવસે તેને ફ્લોપ તરીકે ટૅગ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઈમરાન હાશ્મી, નુસરત ભરૂચા અને રાહુલ દેવ મુખ્ય ભૂમિકામાં છે.