Homeફિલ્મી ફંડાકમલ હસનનો જન્મદિવસઃ મહિલાઓ સાથે સંબંધ હોવા છતાં એકલો

કમલ હસનનો જન્મદિવસઃ મહિલાઓ સાથે સંબંધ હોવા છતાં એકલો

દક્ષિણની ફિલ્મોથી લઇને બોલીવૂડમાં અભિનય થકી દર્શકોના દિલ જીતનાર કમલ હાસનની આજે પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનયથી લઈને રાજનીતિ સુધી કમલ હાસનની પ્રસિદ્ધિ છવાયેલી છે. આજે અભિનેતા પોતાનો 68મો જન્મદિવસ છે. પાંચ પાંચ મહિલા સાથે સંબંધ ધરાવનાર કમલ હસન આજે પણ એકલો છે.
7 નવેમ્બર 1954ના રોજ મદ્રાસના પરમાકુડીમાં જન્મેલા કમલ હાસન એક ઉત્તમ અભિનેતા તેમજ તેજસ્વી દિગ્દર્શક, પટકથા લેખક, નિર્માતા અને પ્લેબેક સિંગર છે. અભિનેતાએ તેની અભિનય કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. 1975માં ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’થી ડેબ્યૂ કર્યા બાદ અભિનેતાએ ઘણી હિટ ફિલ્મો આપી હતી. કમલ હાસન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે.
કમલ હાસને 1970ના દાયકામાં અભિનેત્રી શ્રીવિદ્યા સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. કહેવાય છે કે તે દિવસોમાં બંનેની લવ લાઈફ ચર્ચામાં હતી. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં તેમના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા.
ત્યાર બાદ ડાન્સર વાણી ગણપતિ સાથે કમલ હાસનના અફેરની વાતો સામે આવી અને 1978માં બંનેએ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અભિનેત્રી સારિકાએ વાણી સાથેના સંબંધમાં કમલ હાસનના જીવનમાં પ્રવેશ કર્યો હતો. લગ્ન કર્યા પછી પણ કમલ હાસન સારિકા સાથે લિવ-ઈનમાં રહેતા હતા. સમાચાર એવા હતા કે બંનેના લગ્ન પહેલા સારિકા ગર્ભવતી થઈ ગઈ હતી અને વર્ષ 1986માં તેણે દીકરી શ્રુતિ હાસનને જન્મ આપ્યો હતો.
કમલ હાસને છૂટાછેડા લઈને તેની પહેલી પત્ની વાણી ગણપતિ સાથેના 10 વર્ષના સંબંધોનો અંત લાવ્યો હતો. 1988 માં, અભિનેતાએ સારિકા સાથે બીજા લગ્ન કર્યા. તેમને બે દીકરીઓ શ્રુતિ હાસન અને અક્ષરા હાસન છે. કમલ હાસનનો સારિકા સાથેનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. બંનેએ 2004માં છૂટાછેડા લીધા હતા.
કમલ હાસનનું નામ અભિનેત્રી સિમરન બગ્ગા સાથે પણ જોડાયું હતું. સિમરન કમલ હસન કરતા 22 વર્ષ નાની હતી. જોકે, એક તરફ જ્યાં તેને અભિનેતા સાથેના તેના અફેરના કિસ્સાઓ સાંભળવા મળ્યા ત્યાં અચાનક તેણે તેના મિત્ર સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. કમલ હાસને પણ અભિનેત્રી ગૌતમીને 13 વર્ષ સુધી ડેટ કરી હતી, બંને લિવ-ઈનમાં રહેતા હતા. 2016માં ગૌતમીએ કમલ હાસનથી અલગ થવાની માહિતી આપી હતી.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -