ધારાસભ્ય સત્યજીત તાંબેએ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની ખૂબ પ્રશંસા કરી છે. એકનાથ શિંદે ખરેખર કામના માણસ છે એવી તેમની ઓળખ તેમણે ફરી એક વાર સિદ્ધ કરી છે, તેવું વિધાન સત્યજીત તાંબેએ કર્યું હતું. તાંબેએ થોડા વખત પહેલા એકનાથ શિંદેને એક પત્ર લખી થાણા જિલ્લામાં આવેલ સાવરદેવ ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે તાનસા ડેમ પાર કરી સ્કૂલમાં જતા હોવાની વિગતો જણાવી આ અંગે વહેલી તકે કાર્યવાહી હાથ ધરી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા યોગ્ય અને સલામત વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી. ત્યાર બાદ સાવરદેવ ગામના વિદ્યાર્થીઓને બે સ્પીડ બોટ તથા લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે તેવી જાણ થતા ધારાસભ્ય તાંબેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કર્યો હતો.
તાંબેએ મુખ્પ્રધાન એકનાથ શિંદેને એક પત્ર લખી સાવરદેવ ગામના વિદ્યાર્થીઓ દ્વારા જીવના જોખમે તાનસા ડેમમાંથી કરવામાં આવતા પ્રવાસ બદ્દલ જાણ કરવામાં આવી હતી. પત્રમાં એમને જણાવ્યું હતી કે 9મી ફેબ્રઆરીના રોજના એક સમાચાર માધ્યમના અહેવાલ મુજબ શાહપુર તાલુકાની આસપાસના 7 આદિવાસી વિસ્તારના 200 પરીવારોને શિક્ષ્ણ, હોસ્પિટલ તથા અન્ય જીવનજરૂરી કામો માટે જીવના જોખમે ડેમમાંથી પ્રવાસ કરવો પડે છે. આ સ્થાનિકો ખુબજ જોખમી એવા પ્લાસ્ટિકની પાઇપથી બનેલ તરાપાથી પ્રવાસ કરે છે. પર્યાય રસ્તો ન હોવાથી આ લોકોને આવો જોખમી પ્રવાસ કરવો પડે છે. તેથી તેમના માટે સુરક્ષા કીટ તથા તેમને સુરક્ષિત પ્રવાસ માટે વ્યવસ્થા કરી આપવા વિનંતી છે. તથા આ પ્રશ્નનું વહેલી તકે નિવારણ આવે તેવો અનુરોધ છે.
આ પત્ર બાદ એકનાથ શિંદેએ તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનું નિવારણ લાવી સ્ટહનિકો ને બે સ્પીડ બોટ તથા લાઈફ જેકેટ આપવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતા તાંબેએ એકનાથ શિંદેનો આભાર માની અહ્યું કેનેકનાથ શિંદેએ ફરી એક વાર કમાચા માણુસ કામના માણસ છે એ સિદ્ધ કરી આપ્યું. એમ કહી તેમની પ્રશંસા કરી હતી.