ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
વર્ષા ઋતુ કી સ્નિગ્ધ ભૂમિકા
પ્રથમ દિવસ આષાઢ માસ કા
દેખ ગગન મેં શ્યામ ઘન-ઘટા
વિધુર યક્ષ કા મન જબ ઉચટા
ખડે-ખડે તબ હાથ જોડકર
ચિત્રકૂટ સે સુભગ શિખર પર
ઉસ બેચારે ને ભેજા થા
જિનકે હી દ્વારા સંદેશા
ઉન પુષ્કરાવર્ત મે ઘા કા
સાથી બન કર ઉડને વાલે
કાલિદાસ! સચ સચ બતલાના
પર પીડા સે પૂર-પૂર હો
થક થક કર ઔ ચૂર ચૂર હો
અમલ ધવલ ગિરિ કે શિખરોં પર
પ્રિયવર! તુમ કબ તક સોયે થે?
રોયા યક્ષ કિ તુમ રોયે થે!
કાલિદાસ! સચ સચ બતલાના!
– નાગાર્જુન
હિન્દી, મૈથિલી, સંસ્કૃત અને બંગાળી ભાષામાં કાવ્યસર્જન કરી ગયેલા અને બાબા નાગાર્જુન તરીકે ઓળખાતા આ મહાન સર્જકનું મૂળ નામ તો વૈદ્યનાથ મિશ્ર છે. બિહારના દરભંગા જિલ્લાના તરૌની ગામે ૩૦ જૂન ૧૯૧૧ના રોજ તેમનો જન્મ થયો હતો. નાગાર્જુન તરીકે ઓળખાતા આ કવિએ મૈથિલી ભાષામાં ‘યાત્રી’ના ઉપનામથી કાવ્યસર્જન કર્યું હતું. જો કે બાબા નાગાર્જુન તરીકે જ તેમને વિશેષ ખ્યાતિ મળી હતી. તેમના મૈથિલી કાવ્યસંગ્રહ ‘પત્રહીન નગ્ન ગાછ’ માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
વામપંથી વિચારધારાના મહાન કવિ નાગાર્જુનનાં કાવ્યોમાં ભારતીય જન-જીવનની વિવિધ તસ્વીરો તેનું રૂપ લઈને પ્રગટ થઈ છે. તેમની કવિતાના વિષય-વસ્તુમાં તેમણે પ્રકૃતિ, ભારતીય ખેડૂતોના જીવન, તેઓની વિવિધ સમસ્યાઓ-પ્રશ્ર્નો, શોષણની પરંપરા અને હિન્દુસ્તાની પ્રજાની સંઘર્ષ શક્તિ વ્યકત કરી છે. આમ આ કવિ ભારતના વર્ગ-સંઘર્ષના કવિની મુદ્રા ધરાવે છે.
‘શાસન કી બંદૂક’ શીર્ષક હેઠળનું તેમનું ગીત અલગ મિજાજથી લખાયું છે. ઈ.સ. ૧૯૬૬ના વર્ષમાં લખાયેલ આ ગીત જાણે તે વખતના ભારતની સ્થિતિ-પરિસ્થિતિનું બયાન-વર્ણન કરી આપે છે. જુઓ:
ખડી હો ગઈ ચાંપ કર કંકાલો કી હૂક,
નભ મેં વિપુલ વિરાટ-સી શાસન કી બંદૂક.
ઉસ હિટલરી ગુમાન પર સભી રહે હૈ થૂંક,
જિસ મેં કાની હો ગઈ શાસન કી બંદૂક.
બઢી બધિરતા દસ ગુની, બને વિનોબા મૂક,
ધન્ય ધન્ય વહ, ધન્ય વહ, શાસન કી બંદૂક.
સત્ય સ્વયં ઘાયલ હુઆ, ગઈ અહિંસા ચૂક,
જહા-તહાં દગને લગી શાસન કી બંદૂક.
જલી ઠૂંઠ પર બૈઠ કર ગઈ કોકિલા કૂક,
બાલ ન બાંકા કર સકી શાસન કી બંદૂક.
સાદી-સરળ હિન્દી ભાષામાં હૃદયની સારવાર નીકળી જાય તેવાં કાવ્યોનું તેમણે સર્જન કર્યું હતું. તેમના હિન્દી કાવ્યસંગ્રહોમાં હજાર હજાર બાહોં વાલી, સતરંગે પંખોવાલી, ખિચડી, વિપ્લવ દેખા હમને, યુગધારા, ઈસ ગુબ્બારે કી છાયા મેં, મૈં મિલિટ્રી કા બૂઢા ઘોડા, અપને ખેત મેં, ભૂલ જાઓ પુરાને સપને, રત્નગર્ભ, પુરાની જૂતિયોં કા કોરસ અને ભૂમિજાનો સમાવેશ થાય છે.
મૈથિલી ભાષાના ૨ કાવ્યસંગ્રહો, ૨ ખંડકાવ્યો અને ‘ધર્મલોક શતકમ’ નામે સંસ્કૃત કાવ્યસંગ્રહના આ સર્જકે ૬ નવલકથાઓનું પ્રદાન કર્યું છે. આ કવિના ચુનંદા, શ્રેષ્ઠ કાવ્યોનું ૨ ભાગમાં પ્રકાશન થયું છે.
વરસાદનો એકે પણ છાંટો ન પડે અને દુષ્કાળના ડાકલા વાગે ત્યારે તેની અસર કેવળ મનુષ્યજાતિ પર અને ઢોરઢાખર તેમ જ પર્યાવરણ પર થતી હોય છે. અનાવૃષ્ટિ અને દુષ્કાળ પર ઘણું સાહિત્ય રચાયું છે. આવા નાગાર્જુન દ્વારા સર્જાયેલી ‘આકાલ ઔર ઉસ કે બાદ’ નામની માત્ર ૮ પંક્તિની ગીતકવિતા વાચકોને ભીતરથી હચમચાવી નાખે તેવી છે:
કઈ દિનોં તક ચૂલ્હા રોયા,
ચક્કી રહી ઉદાસ,
કઈ દિનોં તક કાની કુતિયા
સોઈ ઉનકે પાસ,
કઈ દિનોં તક લગી ભીત પર
છિપકલિયોં કી ગ્શત
કઈ દિનોં તક ચૂંહોં કી ભી
હાલત રહી શિકસ્ત.
દાને આયે ઘર કે અંદર
કઈ દિનો કે બાદ,
ધુઆં ઉઠા આંગન સે ઉપર
કઈ દિનોં કે બાદ.
ચમક ઉઠી ઘરભર કી આંખે
કઈ દિનોં કે બાદ,
કૌએ ને ખુજલાઈ પાંખે
કઈ દિનોં કે બાદ.
તેમણે રાષ્ટ્રપ્રેમ-ભક્તિના કાવ્યો લખ્યાં, પ્રકૃતિ-નિસર્ગની અનુભૂતિના ગીતો લખ્યાં તો માનવપ્રેમની સાથે પિતાનો તેના બાળકો પ્રત્યેનો પ્રેમ દર્શાવતા કાવ્યોનું સર્જન કર્યું છે. ‘ગુલાબી ચૂડિયાં’ નામની કવિતામાં પુત્રી તરફનો પિતાનો પ્રેમ આસ્વાદવા મળે છે. તેની રજૂઆત નિરાળી છે અને તેના સર્જનમાં કવિ પોતે પણ જાણે સામેલ થઈ ગયા હોય તેમ જણાય છે તે કવિતા જ જોઈએ:
પ્રાઈવેટ બસ કા ડ્રાઈવર હૈ તો ક્યા હુઆ,
સાત સાલ કી બચ્ચી કા પિતા તો હૈ.
સામને ગિયર સે ઉપર
હુક સે લટકા રક્ખી હૈં
કાંચ કી ચાર ચૂડિયાં ગુલાબી
બસ કી રફતાર કે મુતાબિક
હિલતી રહતી હૈં….
ઝુક કર મૈંને પૂછ લિયા
ખા ગયા માનો ઝટકા
આધેડ ઉમ્ર કા મુચ્છડ રોબીલા ચેહરા
આહિસ્તે સે બોલા: હાં સા’બ
લાખ કહતા હૂં નહીં માનતી મુનિયા
ટાંગે હુએ હૈ કઈ દિનોં સે
આપની અમાનત
યહાં અબ્બા કી નઝરોં કે સામને.
મૈં ભી સોચતા હૂં
ક્યા બિગાડતી હૈ ચૂડિયાં?
કિસ ઝુર્મ પે હટા દૂ ઈનકો યહાં સે?
ઔર ડ્રાઈવરને એક નઝર મુઝે દેખા
ઔર મૈંને એક નઝર ઉસે દેખા.
છલક રહા થા દૂધિયા વાત્સલ્ય
બડી બડી આંખો મેં,
તરલતા હાવી થી સીધે-સાધે પ્રશ્ર્ન પર
ઔર અબ વે નિગાહેં
ફિર સે હો ગઈ સડક કી ઔર
ઔર મૈંને ઝુક કર કહા-
હાં ભાઈ, મૈં ભી પિતા હૂં
વો તો બસ યૂં હી પૂછ લિયા આપ સે
વરના કિસે નહીં ભાએંગી?
નન્હીં કલાઈયાં કી ગુલાબી ચૂડિયાં!
બિહારની અસ્મિતા તરીકે જાણીતા, પ્રકૃતિ અને સંસ્કૃતિના આ કવિનું દરભંગા ખાતે ૫ નવેમ્બર ૧૯૯૮ના રોજ અવસાન થયું હતું.