કાજોલ બોલીવૂડમાં તેના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. તે મીડિયા સામે તેના બોલ્ડ વર્તનને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તે દરેક સવાલનો ખુલ્લેઆમ જવાબ આપે છે. હવે કાજોલે તેની પ્રિય પુત્રી ન્યાસાના ટ્રોલિંગ પર મૌન તોડ્યું છે. ન્યાસા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર છે. લોકો તેના લુકમાં આવેલા પરિવર્તનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકોએ તેના લુકનું કારણ પ્લાસ્ટિક સર્જરીને પણ જણાવ્યું છે, પરંતુ હવે કાજોલે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે.
કાજોલે તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેની દીકરી ટ્રોલ થાય છે ત્યારે તે ખૂબ જ દુઃખી થાય છે. મને લાગે છે કે ટ્રોલિંગ હવે સોશિયલ મીડિયાનો એક ભાગ બની ગયું છે. ટ્રોલિંગ સોશિયલ મીડિયાનો 75 ટકા જેટલો હિસ્સો બની ગયો છે. જો તમે ટ્રોલ થાવ છો, તો તમારી નોંધ લેવામાં આવશે. જો તમે ટ્રોલ થતા હો, તો જ તમે પ્રખ્યાત છો. આજના સમયમાં વાત એવી બની ગઈ છે કે જો તમે ટ્રોલ ન થાવ તો ફેમસ પણ ન થઈ શકો.
આ દરમિયાન કાજોલે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તે તેની પુત્રીને ટ્રોલ થતી જોઈને દુઃખી થાય છે. અભિનેત્રીએ કહ્યું કે મેં તમામ પ્રકારના લેખો વાંચ્યા છે, જેમાં નીસાને ટ્રોલ કરતી વાતો લખવામાં આવી હતી. આ દરમિયાન કાજોલે જણાવ્યું કે તેની દીકરીને આ બધી વાતો સમજાવતી વખતે કહે છે કે હંમેશા સકારાત્મક બાબતો પર જ ધ્યાન આપવું અને નકારાત્મક બાબતોને છોડી દેવી.