દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર રાવ અને અમિત સાધની ફિલ્મ કાય પો છેને દસ વર્ષ પૂરા થયા હતા. 2013માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ઈશાન, ઓમકાર અને ગોવિંદ એમ ત્રણ મિત્રોની આ સ્ટોરી આ ફિલ્મમાં દેખાડવામાં આવી છે. આજે સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેયર કરી છે.
View this post on Instagram
શ્વેતાએ પોસ્ટમાં થિયેટરનો ફોટો શેયર કર્યો છે, જમાં પ્રેક્ષક હાથમાં પોપકોર્ન લઈને ઊભેલા જોવા મળી રહ્યા છે અને આ ફોટોની કેપ્શનમાં તેણે લખ્યું છે કે કાય પો છે જોવા માટે પ્રેક્ષકોએ લાઈન લગાવી હતી. ભાઈને મોટા પડદા પર જોઈને મને ખૂબ જ આનંદ થયો હતો અને તેને સ્ક્રીન પર મરતો જોઈને મને ખૂબ જ તકલીફ થઈ છે.
પોસ્ટમાં આગળ શ્વેતાએ કહ્યું છે કે હું ફિલ્મ જોતાં જોતાં જ રડવા લાગી હતી. પાછા આવીને મેં સુશાંતને ફરિયાદ કરી કે ફિલ્મમાં આવો સીન છે એવું તે મને કેમ નહીં જણાવ્યું? મેં એ સીન જોવાનું ટાળ્યું હોત. આજે 10 વર્ષ થઈ ગયા અને ઘણું બધું બદલાઈ ગયું છે. હું આજે પણ એ જ આશામાં જીવી રહી છું હજી પણ વસ્તુઓ ઘણી બધી બદલાશે.
કાય પો છે ફિલ્મ ચેતન ભગતના પુસ્તક થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ પરથી બનાવમાં આવી હતી. આ ફિલ્મ દર્શકોને ગમી હતી. ફિલ્મને 10 વર્ષ પૂરા થયા એ જ અનુસંધાનમાં એક્ટર અમિત સાધે પણ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે સુશાંત સાથેના કેટલાક ફોટો શેર કર્યા છે.
View this post on Instagram