2002ના ગુજરાત રમખાણોમાં બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર ગુજારનાર અને પરિવારના સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોને ગુજરાત સરકારે મુક્ત કરી દીધા હતા. દોષિતોની મુક્તિને પડકારવ બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
બિલ્કિસ બાનોએ દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરી છે. પ્રથમ અરજીમાં 11 દોષિતોની મુક્તિને પડકારવામાં આવી છે અને તમામને તાત્કાલિક જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી છે. જ્યારે બીજી અરજી સુપ્રીમ કોર્ટના મેના આદેશ પર રિવ્યુ પિટિશન છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે એ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ જેમાં ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકારને કરવાનું કહેવામાં આવ્યું હતું.
બિલ્કીસ બાનો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે. CJI DY ચંદ્રચુડે વહેલી સુનાવણીની ખાતરી આપી હતી. સીજેઆઈએ કહ્યું છે કે તેઓ તપાસ કરશે કે શું બંને અરજીઓની સુનાવણી એકસાથે થઈ શકે છે. એક જ બેંચ સમક્ષ સુનાવણી થઈ શકે છે?
2002ના રમખાણો દરમિયાન જ્યારે બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી. એટલું જ નહીં, તેની ત્રણ વર્ષની પુત્રી સહિત તેના પરિવારના નવ સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી.